પદ્ધતિસરના પરિવર્તન માટેના એક બળ તરીકે પાયાના સ્તરે નવીનતાની વધતી જતી માન્યતા વચ્ચે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સહયોગી સંસ્થા જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન અને શ્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ આંત્રપ્રિન્યોરશિપે આજે પિયૂષ તિવારીને 16મા સોશિયલ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ (SEOY) – ભારત 2025થી સન્માનિત કર્યા હતા.નવી દિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ G7 અને G20માં ભારતના શેરપા રહેલા શ્રી સુરેશ પ્રભાકર પ્રભુ સહિત નીતિ, વ્યવસાય, શિક્ષણ અને નાગરિક સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુંજના સ્થાપક અને ડાયરેક્ટર અંશુ ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.આ વર્ષના વિજેતાઓ અને ફાઈનાલિસ્ટોના કાર્યોથી ગરીબી નાબૂદી, માર્ગ સલામતી અને ઈમર્જન્સી મેડિકલ સુવિધાઓમાં સુધારા, ગ્રામિણ કારીગરો માટે સાતત્યપૂર્ણ આજીવિકાના નિર્માણ અને વંચિત વિસ્તારોમાં સમુદાય આધારીત વિકાસ જેવા વિવિધ સામાજિક પડકારો પર પ્રકાશ પડ્યો હતો.પિયુષ તિવારીને ઝીરો-ફેટાલિટી સોલ્યુશન (ZFS)દ્વારા માર્ગ સલામતી અને કટોકટી સંભાળમાં તેમના પાયારૂપ કાર્ય માટે માન્યતા આપવામાં આવી છે, તેમની આ કામગીરી 16 રાજ્યોના 36 હાઇવે પર કાર્યરત ડેટા-આધારિત મોડેલ છે, જેના કારણે મુખ્ય કોરિડોર પર માર્ગ અકસ્માતમાં મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમના નેતૃત્વ હેઠળ, સેવલાઇફ ફાઉન્ડેશને ગુડ સમરિટન લો જેવા સીમાચિહ્નરૂપ નીતિ સુધારાઓને પ્રભાવિત કર્યા છે, 190 મિલિયનથી વધુ લોકો માટે સલામત મુસાફરી સુનિશ્ચિત કરી છે, અને માર્ગ સલામતી માળખાગત સુવિધાઓ અને ટ્રોમા કેર માટે 70 મિલિયન ડોલરથી વધુ જાહેર રોકાણ એકત્ર કર્યું છે. તેમનો અભિગમ દેશભરમાં સુરક્ષિત રસ્તાઓ બનાવવા માટે એન્જિનિયરિંગ, અમલીકરણ, કટોકટી પ્રતિભાવ અને સમુદાય જોડાણનું સંયોજન છે.આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્ય અતિથિ શ્રી સુરેશ પ્રભુએ પુરસ્કાર વિજેતાઓને બિરદાવતા કહ્યું હતું કે, “તમામ સોશિયલ આંત્રપ્રિન્યોરનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે. બધા ફાઇનલિસ્ટ્સને મારા અભિનંદન. અંતિમ ધ્યેય દરેકના જીવનમાં ખુશી લાવવાનું છે. સમાજની સુધારણા માટે સામાજિક સંસ્થાઓ આવશ્યક છે. આજનો કાર્યક્રમ તે દિશામાં વધુ એક ગતિશીલતા લાવશે. હું અહીં હાજર રહીને ભાગ્યશાળી અનુભવું છું – જે લોકો બીજાઓના જીવનને વધુ સારું બનાવવા માટે કામ કરી રહ્યા છે.””