અમરેલીઃ ચોમાસાની સીઝનને લીધે હાલ દરિયામાં કરંટ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક શિયાળ બેટ જતી એક હોડી પલટી ગઈ હતી. હોડી પલટતા જ કાંઠે ઊભેલા લોકોએ અન્ય બોટ લઈને બનાવના સ્થળે દોડી ગયા હતા. અને તમામ લોકોને બચાલી લીધા હતા.આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. પણ એક મહિલાને ઈજા થતાં રાજુલા બાદ અમરેલીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. મરીન પોલીસના કહેવા મુજબ રાજુલામાં પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં સમયે બોટ ઓલવરલોડ હોવાના કારણે પલટી ખાઈ ગઈ હતી.

આ બનાવની વિગત એવી છે કે, અમરેલી જિલ્લાના રાજુલા નજીક પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં સમયે બોટમાં રેતી સહિત ભારે મટીરયલ ભરતા બોટ પલટી મારી ગઈ હતી. બોટ ઓવરલોડ થવાના કારણે પલટી મારતા કાંઠે હાજર રહેલા લોકો દોડ્યા આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક મહિલાને ઇજા થતાં રાજુલા હોસ્પિટલ બાદ અમરેલી હોસ્પિટલમાં રીફર કરાયા છે.

શિયાળબેટ દરિયાઈ માર્ગ હોવાથી બારે માસ અહીં બોટ મારફતે આવજાવ રહે છે. રેતી સિમેન્ટ સહિત ઘરવખરીનો સામાન પણ બોટ મારફતે લઈ જવામાં આવે છે. બોટ પલટી મારવાની ઘટનાને લઈને પીપાવાવ મરીન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here