રાજકોટઃ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ શહેરમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ન્યૂ એરા સ્કૂલથી જિલ્લા પંચાયત ચોક સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. જેમાં એક  હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

રાજકોટમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ન્યૂ એરા સ્કૂલથી જિલ્લા પંચાયત ચોક સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. જેમાં કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગરબા સહિતની કૃતિઓ પ્રદર્શિત કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંસ્કૃત ગરબા રજૂ કરતી વિદ્યાર્થિનીનું સંસ્કૃતના પ્રોફેસર બનવાનું સ્વપ્ન છે અને તમામ લોકોના મુખે સંસ્કૃત ભાષા બોલાય તેવી ઈચ્છા છે. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે કહ્યું કે, સંસ્કૃત ભાષાનું મહત્વ વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા ધો.5 થી 12 ના વિદ્યાર્થીઓને ગીતાના અધ્યાયો ભણાવવામાં આવે છે.

સંસ્કૃત સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે. આ વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ સંસ્કૃત દિવસ છે, ત્યારે 6થી 12 ઓગસ્ટ 2025 સુધી સંસ્કૃત સપ્તાહની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ત્રિ-દિવસીય વિશેષ ઉજવણી કરવામાં આવશે.

રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારે રક્ષાબંધનના દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યુ છે. સંસ્કૃત સપ્તાહ અંતર્ગત આજે રાજકોટમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અલગ અલગ સ્કૂલના 1000 થી વધુ બાળકો જોડાયા હતા. 5 ટેબ્લો દ્વારા સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષા પ્રચલિત બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા લોકોનું અધ્યાય શરૂ કરાવવામાં આવ્યું છે. એમાં ધોરણ 5 થી 12 મા ગીતાના શ્લોકોનું અધ્યયન કરાવવાનું શરૂ કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here