આરોગ્ય અને સ્વચ્છતા ઉદ્યોગમાં ભારતની અગ્રણી કંપની યુરેકો ફોર્બ્સ લિમિટેડે તેના આઇકોનિક વેક્યુમ ક્લીનર્સની રેન્જ માટે બ્રાન્ડ એમ્બેસડર તરીકે અભિનેત્રી શ્રદ્ધા કપૂરને સાઇન કર્યાની જાહેરાત કરી છે. ચાર દાયકા કરતા વધુ સમયથી લાખો ભારતીય ઘરો દ્વારા વિશ્વાસપાત્ર કેટેગરી લીડર તરીકે આ સહયોગ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા અને ભારતમાં ઘરોમાં વધુ તંદુરસ્ત જીવવને પ્રેરણા આપવા માટે બ્રાન્ડની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.વારસાના ચાર દાયકા કરતા વધુ સમયથી વેક્યુમ ક્લીનિંગમાં માર્કેટ લીડર તરીકે યુરેકા ફોર્બ્સ અદ્વિતીય સર્વિસ નેટવર્કના જોરે ભારતીય ઘરોમાં સતત આધુનિક હોમ ક્લિનિંગ ટેક્નોલોજી લાવી છે. નવા ફોર્બ્સ સ્માર્ટક્લીન રોબોટિક વેક્યુમ ક્લીનર્સ વેટ મોપિંગ સાથે પાવરફુલ સક્શનનું મિશ્રણ ધરાવે છે જે ફ્લોરને સરળતાથી એકદમ ચોખ્ખા કરે છે. એઆઈ અને નવી પેઢીની LiDAR ટેક્નોલોજી દ્વારા સંચાલિત આ સ્માર્ટ ડિવાઇસીસ ચોક્સાઇ, ઇન્ટેલિજન્સ અને અદ્વિતીય સુગમતા આપે છે. શ્રદ્ધા કપૂર સાથે ભાગીદારી કરતા યુરેકા ફોર્બ્સનો ઉદ્દેશ આજના યુવાન અને શહેરી ગ્રાહકો સાથે જોડાવાનો છે જેઓ સ્માર્ટ અને આરોગ્ય પ્રત્યે સભાન જીવનનું મૂલ્ય સમજે છે જે વધુ સ્વચ્છ, વધુ તંદુરસ્ત સોલ્યુશન્સ સાથે ઘરોને સશક્ત બનાવવાના તેના મિશનનો પુનરોચ્ચાર કરે છે.યુરેકા ફોર્બ્સ સાથેના તેના જોડાણ અંગે શ્રદ્ધા કપૂરે જણાવ્યું હતું કે હું યુરેકા ફોર્બ્સ પરિવાર સાથે જોડાતા ખરેખર આનંદ અનુભવું છું. હું હંમેશા માનું છું કે સ્વચ્છ ઘર એ તંદુરસ્ત મન અને શરીરનો પાયો છે અને આપણે જે જગ્યાએ રહેતા હોઈએ છીએ તે વ્યક્તિગત રીતે આપણે જે પ્રકારે કામ કરીએ છીએ તેના પર ઊંડો પ્રભાવ પાડે છે. યુરેકા ફોર્બ્સ એક બ્રાન્ડ તરીકે સ્વચ્છ, તંદુરસ્ત જીવનને પ્રોત્સાહન આપે છે અને હું એવી બ્રાન્ડ સાથે જોડાઈને ગર્વ અનુભવું છું જે સ્વચ્છ જીવનને જીવનભરનું મિશન બનાવ્યું છે. ફોર્બ્સ સ્માર્ટક્લીન રોબોટિક્સ રેન્જ જેવા ઇનોવેશન્સ જે સાહજિક સુગમતા સાથે ઇન્ટેલિજન્ટ ટેક્નોલોજીનું મિશ્રણ કરે છે તેની સાથે યુરેકા ફોર્બ્સ ઘરેલુ સ્વચ્છતાના ભવિષ્યને પુનઃવ્યાખ્યાયિત કરે છે. મને ખરેખર આશા છે કે સાથે મળીને આપણે જીવનના આ માર્ગને અપનાવવા માટે ઘણાંને પ્રેરિત કરી શકીએ છીએ.યુરેકા ફોર્બ્સ લિમિટેડના ચીફ ગ્રોથ ઓફિસર શ્રી અનુરાગ કુમારે જણાવ્યું હતું કે અમે અમારા વેક્યુમ ક્લીનર્સના ચહેરા તરીકે યુરેકા ફોર્બ્સ પરિવારમાં શ્રદ્ધા કપૂરનું સ્વાગત કરતા આનંદિત છીએ. તે એવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જે સભાન જીવન, સ્માર્ટ પસંદગીઓ અને હેતુપૂર્ણ નવીનતાઓનું મૂલ્ય સમજે છે. આ એવા ગુણો છે જે અમારા બ્રાન્ડ સિદ્ધાંતોનું પ્રતિબિંબ પાડે છે. યુરેકા ફોર્બ્સ ખાતે અમે છેલ્લા 40 કરતા વધુ વર્ષોથી હોમ હાઇજિન સોલ્યુશન્સમાં અગ્રણી છીએ અને અમારી નવી ફોર્બ્સ સ્માર્ટક્લીન રોબોટિક્સ રેન્જ સાથે અમે આજના ઘરોમાં સરળતા સાથેના ચોખ્ખાઈભર્યા દેખાવને પુનઃવ્યાખ્યાયિત કરીએ છીએ. શ્રદ્ધાની પ્રમાણિકતા અને યુવા ભારતીય ઘરો સાથેનો મજબૂત સંબંધ તેને વધુ સ્વચ્છ, વધુ તંદુરસ્ત ભારત, એક સમયે એક સ્માર્ટ હોમ બનાવવા માટેની અમારી સફરમાં પરફેક્ટ પાર્ટનર બનાવે છે.ગ્રાહક-પ્રથમ અભિગમ સાથે, યુરેકા ફોર્બ્સ નવીન, સાહજિક અને કાર્યક્ષમ વેક્યુમ ક્લીનર્સ સાથે બજારમાં નેતૃત્વ કરવાનું ચાલુ રાખે છે જે ઘરની સફાઈને સરળ અને અસરકારક બનાવે છે. રોબોટિક ક્લીનર્સથી લઈને ડીપ-ક્લીનિંગ વેક્યુમ સુધીના સોલ્યુશન્સની વિશાળ શ્રેણી સાથે, બ્રાન્ડ આધુનિક ઘરોની ગતિશીલ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સતત વિકસિત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here