ભારતની ખાનગી ક્ષેત્રની છઠ્ઠા નંબરની સૌથી મોટી બેંક યસ બેંકે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં તેની ડિજિટલ લીડરશિપને પુનઃસ્થાપિત કરી છે. બેંકે યુપીઆઈમાં પેઈ પીએસપી તરીકે 55.3 ટકાનો બજાર હિસ્સો અને પેયર પીએસપીમાં 33.3 ટકા હિસ્સો મેળવ્યો છે. બેંક આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS)માં પણ ટોચના સ્થાને છે જેમાં વ્યવહારોમાં લગભગ 30 ટકા અને દેશભરમાં 7.9 લાખથી વધુ આઉટલેટ્સના પાર્ટનર નેટવર્ક તથા એનઈએફટી વ્યવહારોમાં 24 ટકા હિસ્સો ધરાવે છે.ડિજિટલ ફર્સ્ટ અભિગમ સાથે યસ બેંક રિયલટાઇમ ઓપરેશન્સ માટે 1,500થી વધુ એપીઆઈ ઇન્ટિગ્રેટ કરે છે અને તેના ફ્લેગશિપ IRIS અને IRISBIZ સુપર એપ્સ દ્વારા 92 ટકા વ્યક્તિગત બચત ખાતા93 ટકા ચાલુ ખાતા અને 98 ટકા ક્રેડિટ કાર્ડ ડિજિટલ રીતે પહોંચાડે છે.ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સક્રિયપણે યોગદાન આપતાં યસ બેંક CBDC, OCEN, ONDC અને એમ્બેડેડ ફાઇનાન્સમાં તથા ‘Deliver the Bank’ જેવી ગ્રાહક પહેલમાં મહત્વની ભૂમિકા ભજવે છે.યસ બેંકના ટ્રાન્ઝેક્શન બેંકિંગ ગવર્નમેન્ટએમએનસી અને ન્યૂ ઇકોનોમી બિઝનેસઆઈબીયુ અને નોલેજ યુનિટ્સના કન્ટ્રી હેડ શ્રી અજય રાજને જણાવ્યું હતું કે બધા માટે નાણાંકીય સમાવેશ અને ભારતીય બેંકિંગમાં સ્થિતિસ્થાપકતાનું નિર્માણ અમારા વિશાળ વિઝનનો એક ભાગ છે. અમારા ડિજિટલ પ્લેટફોર્મ્સે જે ઊંચાઇ હાંસલ કરી છે તે આ પરિવર્તનનો પુરાવો છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક ટૂલ્સ સાથે નવીનતાને જોડીને ભારતીય બેંકિંગના ડિજિટલ પરિવર્તનમાં ભાગ લેવા અને તેનું નેતૃત્વ કરવાનો અમને ગર્વ છે, જે દેશભરમાં નાણાંકીય એક્સેસને સક્ષમ બનાવે છે.નવીનતા, વિશ્વાસ અને ગ્રાહક ધ્યાન દ્વારા સમર્થિત, યસ બેંકનો ઉદ્દેશ્ય વ્યક્તિગતસરળ અને ટેક સક્ષમ બેંકિંગ સાથે ભારતના ડિજિટલ અર્થતંત્રમાં પોતાને વધુ મજબૂત બનાવવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here