મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ અત્યાધુનિક Radixact® ટ્રીટમેન્ટ ડિલિવરી સિસ્ટમ સાથે તેની રેડિયેશન થેરાપીને અપગ્રેડ કરીને તેની કેન્સર સારવાર ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કર્યાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આ અત્યાધુનિક ટેક્નોલોજી કેન્સરની સારવારમાં વધુ ચોક્સાઇ, સુરક્ષા અને ઓછી આડ અસર દ્વારા દર્દીઓ માટેના પરિણામોમાં સુધારો કરીને ઓન્કોલોજીમાં હોસ્પિટલની લીડરશિપને મજબૂત બનાવે છે.Radixact®નો ઉમેરો કોકિલાબેન હોસ્પિટલની વ્યાપક કેન્સર કેર ઓફરિંગને મજબૂત બનાવે છે અને નવી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શરીરના અંગો મુજબની સબ-સ્પેશિયાલિટી નિપુણતા અને વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક થયેલા પ્રોટોકોલ્સના શક્તિશાળી મિશ્રણને એક જ છત હેઠળ લાવે છે.Radixact® સિસ્ટમ રેડિયેશન થેરાપીમાં નોંધપાત્ર સુધારો છે જે તંદુરસ્ત કોષસમૂહમાં એક્સપોઝર ઓછું કરે તેવી ચોક્સાઇપૂર્વકની સારવાર પૂરી પાડે છે. બિલ્ટ-ઇન સીટી સ્કેનર સાથે સજ્જ હોવાથી તે રિયલ-ટાઇમ ઇમેજિંગ પૂરી પાડે છે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે ગાંઠ સમગ્ર સારવાર દરમિયાન સાચી જગ્યાએ રહે. આ સિસ્ટમ વર્સેટાઇલ છે અને શરીરના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના કેન્સરની સારવાર કરવા માટે સક્ષમ છે. રેડિયેશનના હાઇ ડોઝને સુરક્ષિત રીતે આપીને Radixact સારવારની અસરકારકતાને વધારે છે. તેની સિન્ક્રોની ટેક્નોલોજી શરીરની હિલચાલ મુજબ અનુરૂપ થઈ જાય છે અને શ્વાસોચ્છવાસ દરમિયાન પણ ચોક્સાઇ જાળવી રાખે છે. આ અભિગમ દર્દીઓ માટે સુરક્ષિત અને વધુ અસરકારક સારવાર અનુભવ સુનિશ્ચિત કરે છે.Radixact®ને પૂરક બનાવતા કોકિલાબેન હોસ્પિટલ પ્રિસિઝન ઓન્કોલોજી ટેક્નોલોજીઓની ભારતની સૌથી વિશાળ એસેમ્બલીઝ પૈકીની એક ધરાવે છે. તે 300થી વધુ નોંધપાત્ર અનુભવ ધરાવતા અને વિશ્વના જાણીતા મલ્ટીડિસિપ્લિનરી કેન્સર સ્પેશિયાલિસ્ટ્સની ટીમ દ્વારા સમર્થિત છે. આ હોસ્પિટલ જેનોમિક ઓન્કોલોજીમાં પણ મોખરે છે જે અત્યાધુનિક મોલેક્યુલર અને જેનોમિક્સ લેબોરેટરી ધરાવે છે. આ લેબોરેટરી 500-જીન સોમેટિક કેન્સલ પેનલ ઓફર કરે છે જેનાથી ખૂબ જ ઉચ્ચ સ્તરના પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ સક્ષમ બને છે. આ ડેટા સંચાલિત અભિગમ વધુ સારા નિદાન, લક્ષ્યાંકિત ઉપચાર અને વધુ સારા ક્લિનિકલ પરિણામો આપે છે. ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમ સુનિશ્ચિત કરે છે કે દરેક દર્દી એડવાન્સ્ડ ટેક્નોલોજી, સબ-સ્પેશિયાલિટી નિપુણતા અને ડેટા સંચાલિત વ્યક્તિગત સંભાળનો લાભ મેળવે.આ ઉપરાંત Radixact સિસ્ટમથી સારવાર દરમિયાન દર્દીની શારીરિક રચના અથવા ગાંઠની ગતિમાં થતા ફેરફારને અનુકૂળ થવાની તેની ક્ષમતા સાથે ગાંઠને શ્વાસ લેવાની પ્રક્રિયા સાથે પણ વધુ સચોટ રીતે લક્ષ્ય બનાવી શકાય છે. આ ઉચ્ચ સુવિધાઓ ક્લિનિશિયનને વધુ ચોક્સાઇ તથા કાર્યક્ષમતા સાથે શ્રેષ્ઠ અને પર્સનલાઇઝ્ડ કેર પૂરી પાડવામાં મદદ કરે છે.કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ ડો. સંતોષ શેટ્ટીએ જણાવ્યું હતું કે કોકિલાબેન હોસ્પિટલ ખાતે અમે અમારા દર્દીઓ ખૂબ જ આધુનિક અને અસરકારક સારવાર મેળવે તે સુનિશ્ચિત કરવા માટે અમે તબીબી નવીનતાઓની સીમાઓને સતત ઓળંગી રહ્યા છીએ. વિશ્વભરમાં વખણાયેલી Radixact® સિસ્ટમ અપનાવવી એ વિશ્વકક્ષાની કેન્સર સંભાળ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતામાં એક મોટી છલાંગ દર્શાવે છે. ઓન્કોલોજીમાં સતત પોતાની લીડરશિપ માટે જાણીતા સેન્ટર તરીકે અમને ભારતમાં ખૂબ જ આધુનિક રેડિયેશન ટેક્નોલોજીઓ પૈકીની એકને લાવતા ગર્વની લાગણી થાય છે. આ અપગ્રેડ ક્લિનિકલ પરિણામો અને સંભાળની ગુણવત્તા સુધારતા વૈશ્વિક ધોરણો અપનાવવાની અમારી સમર્પિતતાનો પુનરોચ્ચાર કરે છે.ભારતમાં કેન્સરના વધતા બોજ સાથે Radixact® સિસ્ટમનું ઇન્ટિગ્રેશન ન કેવળ ટેકનોલોજીકલ અપગ્રેડ છે, પરંતુ તે ભારતમાં કેન્સરની સંભાળના ભવિષ્ય તરફ એક પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે જે માત્ર સારવારના ધોરણને જ નહીં પરંતુ દર્દીઓના જીવનમાં પણ પરિવર્તન લાવે છે. ભારતની અગ્રણી કેન્સર કેર સંસ્થાઓમાંની એક તરીકે કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ અત્યાધુનિક, દર્દી-કેન્દ્રિત ઓન્કોલોજી સોલ્યુશન્સ પૂરા પાડવામાં અગ્રેસર રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here