સુરતઃ રાજ્યમાં ડ્રગ્સ, ગાંજો અને ચરસની હોરાફેરી વધતી જાય છે. ત્યારે મુંબઈથી હાઈબ્રિડ ગાંજો લઈને સુરત શહેરમાં આવેલા એક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગાંજાના કેરિયર એવા આ યુવાને કોઈને શંકા ન જાય તે માટે સ્કૂલબેગમાં 998 ગ્રામ હાઈબ્રિડ ગાંજો લાવ્યો હતો. શહેરની સારોલી પોલીસ દ્વારા 30 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

મુંબઈથી સુરતમાં હાઈબ્રિડ ગાંજો ઘૂસાડવાના ખેલનો પર્દાફાશ કરવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી હતી. મુંબઈથી હાઇબ્રિડ ગાંજો લઈને આવી રહેલા એક 23 વર્ષીય યુવકની નિયોલ ચેકપોસ્ટ પાસેથી સારોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. યુવક પાસેથી 998 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાને સ્કૂલબેગમાં સંતાડીને સુરતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સારોલીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.વેકરીયા સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા. આ દરમિયાન નિયોલ ચેક પોસ્ટ ખાતે હાજર પોલીસકર્મીને બાતમી મળી હતી કે, હાઇબ્રિડ ગાંજા સાથે એક યુવક સુરત આવી રહ્યો છે. જેથી, નિયોલ ચેકપોસ્ટથી પૂર્વે સાબરગામ ચાર રસ્તા પાસે અંબાબા કોલેજના ગેટની નજીક કડોદરા-સુરત રોડવાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ ઉપર સારોલી પોલીસે વોચ ગોઠવી હતી.દરમિયાન આરોપી કેનીલ સુભાષભાઇ પટેલ (ઉ.વ.23 ધંધો-વેપાર રહે. જહાગીરપુરા, સુરત અને રાંદેર)ને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી સ્કૂલબેગમાંથી માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજો જેનુ કુલ વજન 998 ગ્રામ જેની કુલ કિં.રૂ. 29.94 લાખનો મળી આવ્યો હતો. હાલ તો સારોલી પોલીસ દ્વારા કેનીલ પટેલની ધરપકડ કરવામા આવી છે. આ હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આપનારા અજાણ્યા શખસ અને સુરત ખાતે મંગાવનાર અક્ષય ઉર્ફે આઝાદ હીતેષભાઇ સોનીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સારોલી પોલીસ દ્વારા 29.94 લાખનો 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, 10000નો એક મોબાઈલ ફોન મળી કુલ 30.04 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મુંબઈથી સુરતમાં હાઇબ્રિડ ગાંજો ઘૂસાડવાના મોટા ખેલનો સારોલી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ખેલમાં કોણ-કોણ સામેલ છે? તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here