લુણાવાડા: મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ અને મહીસાગર નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે મહીસાગર નદી પરના કડાણા ડેમના 6 ગેટ 4 ફુટ ખોલવામાં આવતા નદીકાંઠી વિસ્તારના હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ કડાણા ડેમમાંથી 60.000 ક્યુસેક પાણી છાડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં 80 ટકાથી વધુ ભરાઇ જતા તેને એલર્ટ સ્ટેજ પર મૂકાવામાં આવ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા અતિભારે વરસાદને કારણે ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

મહીસાગર નદી પરના કડાણા ડેમમાંથી 60.000 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમ દ્વારા હાઇડ્રો પાવર મારફતે 20400 કયુસેક પાણી જયારે ગેટ મારફતે 39.600 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. હાલમાં, કડાણા ડેમ 80 ટકાથી વધુ ભરાઈ ગયો હોવાથી તેને એલર્ટ સ્ટેજ પર મૂક્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને નદીના પટમાં અવર જવર નકરવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર જાહેરાતો પર જ ધ્યાન આપવા અપીલ કરી છે. જ્યારે લુણાવાડા ,ખાનપુર અને કડાણા તાલુકાના મની નદી કિનારના ગામના લોકોને સાવચેત રહેવા તંત્રએ જણાવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here