દેશનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિનાં પર્વ નિમિતે 3 દિવસનો મહોત્સવ ઉજવવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત ટુરિઝમ વિભાગે આયોજન કર્યું છે. “મહાશિવરાત્રી” 26 ફેબ્રુઆરીએ સવારે 04:00 વાગ્યાથી સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર.સવારે 08:00 કલાકે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપુજા કરાવવામાં આવશે.

દેશનાં ખૂણે ખૂણેથી આવી રહેલાં શ્રદ્ધાળુઓ માટે બેઠક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહશે અને રાત્રિ રોકાણ પણ સોમનાથ ખાતે કરશે.ઉપરાષ્ટ્રપતિ પણ  આ કાર્યક્રમમાં આવવાની અટકળો લાગી રહી છે.જેને લય તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. સોમનાથ મહોત્સવમાં રાજ્યનાં તેમજ દેશના પ્રખ્યાત અને સુવિખ્યાત કલાકારો પણ પોતાની કલાના કામણ પાથરી ભગવાન ભોળાનાથની આરાધના કરશે.

મોટી સંખ્યામાં આવતા ભક્તોને દર્શન તેમજ ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને સાંજે 1 થી 5 વાગ્યા સુધી વિષેશ પાત્ર સાથે ગંગાજળ અભિષેક વ્યવસ્થા ગોઠવવા માં આવી છે. સંકીર્તન ભવન ખાતે ભક્તોની પ્રિય ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે.સોમેશ્વર મહાપૂજાના બમણાં સ્લોટ્સથી ભક્તોને મળશે પૂજાનો લાભ.

મહાશિવરાત્રી પર ભક્તો 25 રૂપિયામાં કરી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, પોસ્ટ મારફતે ભસ્મ,રુદ્રાક્ષ અને નમન મોકલાશે. સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલા બિલ્વપત્ર નમન પ્રસાદનું વિશેષ કાઉન્ટર નિકાસ નજીક ગોઠવાશે. દિવ્યાંગ અને વૃદ્ધોને  સ્વાગત કક્ષ ખાતે સતત મળશે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની સુવિધા. સફાઈ માટે પ્રથમ વખત તૈયાર કરવામાં આવી સ્ટ્રાઈકિંગ ફોર્સ જેનો સંપર્ક કરતા તરત સફાઈ કરવામાં મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here