મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલ ના ૧૦૭૫ માં પ્રાગટ્ય વર્ષે તારીખ ૩૦/૦૩/૨૫ રવિવાર ના રોજ ચેટીચંડ ના પાવન તહેવાર નિમિતે મણિનગર સિંધી માર્કેટ થી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે મણિનગર માર્કેટ બપોરે ૪ કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી,નેતાજી સોસાયટી, જયહિન્દ ચાર રસ્તા,જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝુલેલાલ ઓપનએર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે ૧૦ વાગે પૂર્ણ થઇ હતી.આ શોભાયાત્રામાં કુલ 40 જેટલા ટ્રકો સાથે સહભાગી ૧૩ મંડળો દ્વારા અંદાજે ૧૩ જેટલી ઝાંખીઓ,૨૭ પ્રસાદી ના ટ્રક તથા બહેરાણા સાહેબ ની જ્યોત સાહેબ ,૧૩ જેટલા ગ્રુપ પુરુષોની છેજ, ૮ જેટલા ગ્રુપ મહિલાઓ ની છેજ તથા અનેક ભાવિભક્તો આ શોભાયાત્રા માં ભાવપૂર્વક જોડાયા હતા. આ શોભાયાત્રામાં અત્યાર ના કરંટ અફેર ને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવ્યા હતા.આ શોભાયાત્રા કાર્યક્રમ માં ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજ ના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here