ફિચ રેટિંગ્સે યુકે સ્થિત વેદાંતા રિસોર્સીસ લિમિટેડ (વીઆરએલ)ના લાંબા ગાળાના ફોરેન-કરન્સી ઇશ્યૂઅર ડિફોલ્ટ રેટિંગ (આઈડીઆર)ને સ્ટેબલ આઉટલૂક સાથે ‘B+’ પર રાખ્યાની પુષ્ટિ કરી છે. આ રેટિંગ માટે તેણે કંપનીની સુધરેલી તરલતાની સ્થિતિ, રિફાઇનાન્સિંગ જોખમમાં નોંધપાત્ર ઘટાડો, શિસ્તબદ્ધ રીતે દેવામાં ઘટાડો, ફંડિંગ માટેની વધેલી પહોંચ તથા મુખ્ય ઓપરેટિંગ સબસિડિયરીમાંથી સતત રોકડ પ્રવાહ જેવા કારણો આપ્યા છે.રેટિંગ એજન્સીએ વીઆરએલના સિનિયર અનસિક્યોર્ડને પણ ‘B+’ રાખ્યું છે. એજન્સીએ વીઆરએલ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા 500 મિલિયન યુએસ ડોલરના ડિસેમ્બર 2031ના બોન્ડ્સ તથા 300 મિલિયન યુએસ ડોલરના જૂન 2028ના બોન્ડ્સને પણ ‘B+’નું રેટિંગ્સ જાળવી રાખ્યું છે.ફિચે નોંધ્યું હતું કે વીઆરએલના રિફાઇનાન્સિંગ રિસ્ક છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર રીતે ઘટ્યા છે જેમાં આગામી બોન્ડ મેચ્યોરિટી ત્રણ વર્ષ પછી એટલે કે જૂન 2028માં છે. રિપોર્ટ મુજબ વીઆરએલનું દેવું નાણાંકીય વર્ષ 2022માં 9 અબજ યુએસ ડોલરથી ઘટીને FYE25ના રોજ લગભગ 5 અબજ યુએસ ડોલર જેટલું થયું છે અને નાણાંકીય વર્ષ 2027 સુધીમાં તેમાં વધુ 1 અબજ ડોલરના ઘટાડાનો અંદાજ છે. કંપનીએ 10 ટકાથી ઓછાના વ્યાજ દરે દેવાને રિફાઇનાન્સ કરવા માટે નાણાંકીય વર્ષ 2026માં સિન્ડિકેટેડ લોન ફેસિલિટીઝમાં 1.1 અબજ યુએસ ડોલર એકત્રિત કર્યા હતા જે મજબૂત ફંડિંગ એક્સેસ દર્શાવે છે.