અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામ ખાતેથી બનાસકાંઠા જિલ્લાને ₹358 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. આ કાર્યક્રમમાં અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના વિકાસને વેગ આપવાનો છે.

આ વિકાસકાર્યોમાં ડીસામાં ₹80 કરોડના ખર્ચે નિર્માણ થનારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત સૌથી મહત્વપૂર્ણ છે. આ હોસ્પિટલથી આસપાસના વિસ્તારોના લોકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળશે. આ ઉપરાંત, 6 અંતરિયાળ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે પણ મોટી પહેલ કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં 45 નવા વર્ગખંડોનું લોકાર્પણ અને 54 નવા ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

પરિવહન સુવિધાને વધુ સુદૃઢ બનાવવા માટે સુઈગામમાં ₹1.83 કરોડના ખર્ચે બનેલા નવા બસ મથકનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બસ મથકથી સ્થાનિક લોકોને અવરજવરમાં ઘણી સરળતા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here