પશ્ચિમ રેલવેનો ભાવનગર મંડળ નિયમિતપણે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેથી હરિયાળીને પ્રોત્સાહન મળે. ભાવનગર મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળો બનાવવાનો, રેલવે પરિસરને વધુ સુંદર બનાવવાનો અને કર્મચારીઓ અને સામાન્ય લોકોમાં પર્યાવરણીય જાગૃતિ વધારવાનો છે.આ ક્રમમાં, રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ અને વેસ્ટર્ન રેલવે ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ ભાવનગર જિલ્લા દ્વારા 01 જુલાઈ 2025 (મંગળવાર) ના રોજ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના કૃષ્ણનગર સ્થિત મલ્ટી-ડિસિપ્લિનરી ડિવિઝનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર (MDDTI Bhavnagar)ના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. બધાએ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here