‘રેડી ફોર નેક્સ્ટ એમએસએમઈ ગ્રોથ ઈનસાઈટ સ્ટડી 2025′ અનુસાર 76% એમએસએમઈ હવે સાયબર સુરક્ષામાં રોકાણ વધારવાનો લક્ષ્ય ધરાવે છે.
· Vi બિઝનેસનું ‘રેડી ફોર નેક્સ્ટ’ ડિજિટલ મૅચ્યુરિટી અસેસમેન્ટ પ્લેટફોર્મ છેલ્લા 3 વર્ષમાં 2 લાખથી વધુ એમએસએમઈ દ્વારા ઉપયોગમાં લેવાયું છે.
· ‘રેડી ફોર નેક્સ્ટ એમએસએમઈ ગ્રોથ ઈનસાઈટ સ્ટડી 2025’ના ત્રીજા સંસ્કરણ અનુસાર, ભારતનો એમએસએમઈ ડિજિટલ મૅચ્યુરિટી ઇન્ડેક્સ (ડીએમઆઈ) 2023માં 56.6થી વધીને 2025માં 58.0 થયો છે.
· ક્લાઉડ અને સાયબર સુરક્ષા ક્ષેત્રમાં મહત્વ વધ્યું છે, જ્યાં 70%થી વધુ એમએસએમઈ ડિજિટલ રોકાણમાં વધારો કરવાની યોજના ધરાવે છે.
· તેલંગાણાએ સૌથી વધુ 71.2 ડીએમઆઈ સ્કોર સાથે પ્રથમ મેળવ્યું છે, ત્યારબાદ કેરળ (63) અને મહારાષ્ટ્ર (59) એમએસએમઈ સાથે લિસ્ટમાં છે.
· ફાઇનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રે સૌથી વધુ ડિજિટલ મૅચ્યુરિટી (ડીએમઆઈ સ્કોર: 66) જોવા મળી છે ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશન (62) અને રિટેલ (62) છે.

વિશ્વ એમએસએમઈ દિવસ નિમિત્તે, Viના એન્ટરપ્રાઈઝ વિભાગ Vi બિઝનેસે તેના મુખ્ય અભ્યાસનું ત્રીજું સંસ્કરણ ‘રેડી ફોર નેક્સ્ટ એમએસએમઈ ગ્રોથ ઈનસાઈટ સ્ટડી 2025’ પ્રકાશિત કર્યું છે,ડિજિટલ ઈન્ડિયા, ભારત નેટ અને મોબાઇલ બ્રોડબેન્ડના વધતા ઉપયોગને આધારભૂત બનાવતી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા ઝડપી ગતિએ આગળ વધી રહી છે ત્યારે નાના વ્યવસાયો પણ પોતાનું ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા અને માર્કેટ સુધી પહોંચ વિકસાવવા માટે ડિજિટલ સાધનો અપનાવવામાં રસ દાખવી રહ્યા છે.‘રેડી ફોર નેક્સ્ટ એમએસએમઈ ગ્રોથ ઈનસાઈટ સ્ટડી 2025’ આ હકારાત્મક પરિવર્તનને દર્શાવે છે, જેમાં દેશના ડિજિટલ મૅચ્યુરિટી ઇન્ડેક્સ (ડીએમઆઈ) માં વધારો નોંધાયો છે. જોકે, ડિજિટલ એડૉપ્શન હજુ વિખૂટું અને અસમાન છે. જો યોગ્ય નાણાંકીય આધાર અને યોગ્ય માર્ગદર્શન મળે તો, ભારતના નાના વ્યવસાયો તેમની ડિજિટલ યાત્રાને ઝડપથી આગળ વધારવા માટે સારી સ્થિતિમાં છે.અભ્યાસના પ્રકાશન પર વાત કરતા આપતા વોડાફોન આઈડિયા લિમિટેડના ચીફ એન્ટરપ્રાઇઝ બિઝનેસ ઓફિસર, અરવિંદ નેવાટિયાએ જણાવ્યું, ‘ભારતમાં એમએસએમઈ હવે ડિજિટલ જિજ્ઞાસાથી ડિજિટલ પ્રતિબદ્ધતા તરફ સ્પષ્ટપણે આગળ વધી રહ્યાં છે અને આ ખૂબ જ ઉત્સાહજનક પરિવર્તન છે. ક્લાઉડ, સાયબરસિક્યોરિટી અને ઑટોમેશન જેવા ક્ષેત્રોમાં વધતા રોકાણના ઇરાદાઓ દર્શાવે છે કે નાના વ્યવસાયો હવે ટેક્નોલોજીને માત્ર ઉપયોગિતા તરીકે નહીં, પરંતુ વિકાસના સહભાગી તરીકે જોવા લાગ્યા છે. રેડી ફૉર નેક્સ્ટ કાર્યક્રમ મારફતે અમારું ધ્યેય ભારતના એમએસએમઈની અદ્ભુત વિકાસયાત્રાઓનું સન્માન કરવાનું છે, નાના શહેરોથી ગ્લોબલ માર્કેટ સુધી, મેન્યુઅલ પ્રોસેસથી લઈને ડિજિટલ-ફર્સ્ટ એન્ટરપ્રાઇઝ બનવા સુધી.’

ડિજિટલ માર્ગે દક્ષિણ ભારતની આગેવાની — દેશવ્યાપી ડિજિટલ મૅચ્યુરિટી ઇન્ડેક્સ (ડીએમઆઈ) રેન્કિંગમાં તેલંગાણાએ પ્રથમ સ્થાન મેળવ્યું.
India’s 2023માં ભારતનો નેશનલ ડિજિટલ મૅચ્યુરિટી ઇન્ડેક્સ (ડીએમઆઈ) 56.6 હતો, જે 2024માં 57.3 અને 2025માં 58.0 સુધી પહોંચી ગયો છે. પ્રદેશવાર વાત કરીએ તો, દક્ષિણ ભારત (ડીએમઆઈ: 62.9) ડિજિટલ પરિવર્તનમાં આગેવાન છે, ત્યારબાદ પશ્ચિમ (57.4), પૂર્વ (57.1) અને ઉત્તર ભારત (55.8) છે.વ્યક્તિગત રાજ્યોમાં તેલંગાણા (ડીએમઆઈ: 71.2) ડિજિટલ એડૉપ્શનમાં સૌથી આગળ છે. વૈશ્વિક ટેક કંપનીઓ તથા સરકાર દ્વારા ટેક આધારભૂત ઢાંચો અને સમૃદ્ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે હૈદરાબાદના ડિજિટલ એડૉપ્શનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે જેનાથી હૈદરાબાદનું “સાયબરાબાદ” રૂપાંતરણ થયું છે.કેરળ (63.7) બીજી ક્રમ પર છે, જેમાં તેનું ઊંચો ડિજિટલ સાક્ષરતા દર અને મજબૂત સર્વિસ સેક્ટર મહત્વની ભૂમિકા ભજવે છે.મહારાષ્ટ્ર (59.2) ત્રીજા ક્રમ પર છે, જેમાં મુંબઈનો ફાઇનાન્સિયલ સર્વિસીસ બેઝ અને પુણેની IT અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ સહાયક બન્યાં છે.

ડિજિટલ રોકાણમાં વધારો નોંધાયો; ક્લાઉડ અને સાયબર સિક્યોરિટી ક્ષેત્રે મહત્ત્વ વધ્યું
જોકે વિવિધ ક્ષેત્રોમાં ડિજિટલ મૅચ્યુરિટી અસમાન રહી છે, તેમ છતાં અભ્યાસ દર્શાવે છે કે સર્વત્ર ડિજિટલ રૂપાંતરણમાં રોકાણના ઇરાદામાં તીવ્ર વધારો થયો છે. પ્રોફેશનલ સર્વિસિસ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના બજેટમાં વધારો કરનારા ક્ષેત્રોમાં સૌથી આગળ છે, ત્યારબાદ રિટેલ, લૉજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન, મીડિયા અને મનોરંજન, મેન્યુફેક્ચરિંગ, ટેલિકૉમ, કૃષિ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ઉત્સાહજનક રીતે, 72% એમએસએમઈ ક્લાઉડ ખર્ચમાં વધારો કરવાની યોજના ધરાવે છે, અને 76% એમએસએમઈ સાયબર ધમકીના વધતા જોખમ સામે સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યાં છે.

ડિજિટલ લીડરશિપમાં લિંગ સમાનતામાં ઉત્સાહજનક વધારો
મહિલા ઉદ્યોગ સાહસિકો (ડીએમઆઈ: 57.4) હવે પુરુષ ઉદ્યોગ સાહસિકો (ડીએમઆઈ: 57.7) સાથેનો તફાવત ઝડપથી ઘટાડી રહ્યાં છે અને પ્રમાણમાં ભલે નાનો આધાર હોય છતાં એજ્યુકેશન અને IT જેવા નિશ ક્ષેત્રોમાં ક્લાઉડ અને સાયબર સિક્યોરિટી એડૉપ્શનમાં આગળ છે.40થી 60 વર્ષના એજ-ગ્રૂપના ઉદ્યોગસાહસિકો (ડીએમઆઈ: 64.0) આગળ આવીને નેતૃત્વ કરી રહ્યા છે, જે દર્શાવે છે કે ડિજિટલ સેવી હવે માત્ર યુવા સ્થાપકો (ડીએમઆઈ: 57)ની મોનોપોલી રહી નથી.

ડિજિટલ મેચ્યૉરિટી વધી રહી છે, પરંતુ માત્ર 12% એમએસએમઈ સંપૂર્ણ રૂપે ડિજિટલાઈઝ થયેલ છે; એડૉપ્શન હજુ પણ ખંડિત
અભ્યાસ મુજબ, દેશનો ડિજિટલ મૅચ્યુરિટી ઇન્ડેક્સ (ડીએમઆઈ) 2025માં 58.0 સુધી પહોંચ્યો છે જે સતત વૃદ્ધિ દર્શાવે છે. જોકે, અભ્યાસ એ પણ દર્શાવે છે કે માત્ર 12% એમએસએમઈ જ સંપૂર્ણ ડિજિટલ પરિપક્વતાની સ્થિતિએ પહોંચી છે, જે દર્શાવે છે કે ડિજિટલ એડૉપ્શન હજી પણ અસમાન અને ખંડિત છે.એક તરફ જ્યારે વિવિધ ક્ષેત્રોમાં ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કસ્ટમર એન્ગેજમેન્ટ ટેકનોલોજી અને આંતરિક સહકાર માટેના પ્લેટફોર્મ્સ જેવા ક્ષેત્રોમાં હજુ પણ નોંધપાત્ર ખામીઓ જોવા મળે છે. આ દર્શાવે છે કે રોકાણના ઈરાદા ઝડપથી વધી રહ્યા છે, પરંતુ માઇક્રો અને નાના વ્યવસાયોમાં અમલની ગતિ ધીમી રહી છે, જ્યાં નાણાંકીય ક્ષમતા અને યોગ્ય માર્ગદર્શન હજુ પણ મુખ્ય અવરોધરૂપ બન્યા છે.

ડિજિટલ એડૉપ્શન સામેનો એક નોંધપાત્ર પડકાર
જ્યાં એક તરફ ડિજિટલ જાગૃતિ અને ઈરાદાઓ વધી રહ્યા છે, ત્યાં બીજી તરફ ડિજિટલ એડૉપ્શનની ગતિ હજી પણ વ્યાપક રીતે નાણાંકીય ક્ષમતા સાથે જોડાયેલી છે. અભ્યાસ દર્શાવે છે કે વધુ ટર્નઓવર ધરાવતા એમએસએમઈ (રૂ. 50 કરોડથી રૂપિયા 100 કરોડ અથવા તેથી વધુ) એકમો પાસે ક્લાઉડ, ઓટોમેશન અને કસ્ટમર એન્ગેજમેન્ટ જેવા એડવાન્સ્ડ ટૂલ્સમાં રોકાણ કરવાની વધુ ક્ષમતા હોય છે અને તેથી તેઓ નોંધપાત્ર રીતે વધુ ડિજિટલી મૅચ્યોર થયેલા હોય છે. આનાથી ઉલટ, નવા અથવા નાના એમએસએમઈ, ભલે તેઓ ડિજિટલી જાગૃત હોય, પરંતુ બજેટ મર્યાદાઓને કારણે રોકાણમાં મર્યાદિત અને તબક્કાવાર અભિગમ અપનાવે છે.Vi બિઝનેસના ‘Ready for Next’, જેને સાયબર મીડિયા રિસર્સ (CMR) દ્વારા ભારતના સૌથી મોટા ડિજિટલ એડવાઈઝરી પ્લેટફોર્મ (એમએસએમઈ માટે) તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે, તે છેલ્લા 3 વર્ષમાં 15,000 પિનકોડ અને 16 ક્ષેત્રોમાં 2 લાખથી વધુ એમએસએમઈની ભાગીદારીનું સાક્ષી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here