બ્રાઝિલમાં, એક શક્તિશાળી વાવાઝોડાએ રિયો ગ્રાન્ડે દો સુલમાં ગુએબા શહેરને આશ્ચર્યચકિત કર્યું છે. અહીં હવાના એક મેગાસ્ટોરની બહાર આવેલી અમેરિકન સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની 24 મીટર ઊંચી પ્રતિકૃતિને જોરદાર પવનોએ તોડી પાડી. ઘણા લોકોએ આ ચોંકાવનારી ક્ષણને વીડિયોમાં કેદ કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે વિશાળ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ધીમે ધીમે ખાલી પાર્કિંગમાં આગળ ઝૂકી રહી છે અને અંતે જમીન પર પડી છે.

તમે વિચારતા હશો કે આટલી વિશાળ પ્રતિમાને તોડી પાડવા માટે પવન કેટલો જોરદાર હતો. બ્રાઝિલની નાગરિક સુરક્ષા એજન્સી, ડેફેસા સિવિલના જણાવ્યા અનુસાર, મેટ્રોપોલિટન વિસ્તાર માટે હવામાનની ગંભીર ચેતવણીઓ જારી કરવામાં આવી હતી અને પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાકથી વધી ગઈ હતી.

આ પ્રતિમા 2020 માં એન્જિનિયરો દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી અને પ્રમાણિત કરવામાં આવી હતી. આ પ્રતિમા 11-મીટરના કોંક્રિટ બેઝ પર બનાવવામાં આવી છે. પ્રતિમા પડી ગયા પછી પણ કોંક્રીટનો આધાર અકબંધ રહ્યો હતો. સારી વાત એ છે કે પ્રતિમા પડી તે પહેલા જ આ વિસ્તારમાંથી વાહનો અને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેના કારણે આ પતનને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુએબાના મેયર માર્સેલો મરાનાથાએ આ ઘટનાની ઓનલાઈન પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે પવન લગભગ 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here