બોટાદઃ શહેરના માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ કપાસના પાકની આવક થતી હોય છે. કારણ કે બોટાદ જિલ્લામાં અન્ય પાક કરતા કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. સારા ભાવ મળતા હોવાથી આજુબાજુના જિલ્લાના ખેડુતો પણ કપાસ વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. મંગળવારે યાર્ડમાં કપાસની 32 હજાર મણ આવક નોંધાઈ હતી. આજે કપાસની આવકમાં સામાન્ય વધારો નોંધાયો હતો. ખેડૂતોને કપાસનો મણ દીઠ 1311 થી 1570 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો
બોટાદ માર્કેટિંગ યાર્ડ કપાસની આવક માટે જાણીતું છે. દિવસેને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવારે યાર્ડમાં કપાસની 32 હજાર મણ આવક નોંધાઈ હતી. ખેડૂતોને કપાસનો મણ દીઠ 1311 થી 1570 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. યાર્ડમાં મગફળીની સામાન્ય આવક રહી છે. મગફળીની 3 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જેનો ખેડૂતોને 865 થી 1066 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. જ્યારે યાર્ડમાં અડદની હરાજી કરાઈ હતી. અડદની કુલ 9 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ખેડૂતોને અડદનો 1315 રૂપિયા ભાવ મળ્યો હતો. છેલ્લા 2 દિવસમાં અડદના ભાવમાં 40 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 430 થી 619 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 3772 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી.
બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 1535 થી 2190 રૂપિયા સુધી નોંધાયો હતો. સફેદ તલની કુલ 11 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. કાળા તલનો ભાવ 1445 થી 2870 રૂપિયા ભાવ રહ્યો હતો. કાળા તલની આવક 3 ક્વિન્ટલ નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં જીરૂની 511 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જેનો નીચો ભાવ 3700 તથા સૌથી ઊંચો ભાવ 4640 રૂપિયા નોંધાયો હતો. ચણાની કુલ 4568 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ખેડૂતોને ચણાનો ભાવ 1081 થી 1142 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો.