ઓફ ઇન્ડિયાએ 08 જુલાઇ, 2025ના રોજ ભારત સરકારને નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 1,353.05 કરોડનો તારીખ 03 જુલાઇ, 2025નો ડિવિડન્ડ ચેક સોંપ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રજનીશ કર્ણાટક તેમજ ત્રણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સે નાણા મંત્રી નિર્મલા સીતારમણને એમ. નાગરાજૂ, ડીએફએસ અને આશિષ મોરે, જોઇન્ટ સેક્રેટરી, ડીએફએસની ઉપસ્થિતિમાં ડિવિડન્ડ ચેક પ્રસ્તુત કર્યો હતો.બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 4.05 (40.50 ટકા) ડિવિડન્ડની જાહેરાત કરી છે. સમગ્ર નાણાકીય વર્ષ 2024-25માં બેંક ઓફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો 46 ટકા ઉછળીને રૂ. 9,219 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2024માં રૂ. 6,318 કરોડ હતો.ભારત સરકારને સફળતાપૂર્વક ડિવિડન્ડ ચૂકવીને બેંક ઓફ ઈન્ડિયા તેના મજબૂત નાણાકીય પ્રદર્શન અને તેના શેરધારકો માટે મૂલ્ય નિર્માણ પ્રત્યેના અતૂટ સમર્પણને દર્શાવે છે. આ સિદ્ધિ બેંકની ઉત્કૃષ્ટતા પ્રત્યેની કટીબદ્ધતા અને સતત વળતર પ્રાપ્ત કરવાની તેની ક્ષમતાનો પુરાવો છે.