બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ બેવડી સિદ્ધિઓ સાથે તેના બરોડા બીએનપી પારિબા એગ્રેસિવ ફંડની આઠમી વર્ષગાંઠની ઉજવણી કરે છે – સ્કીમની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 1,200 કરોડને વટાવી ગઈ છે અને ફંડે મજબૂત લાંબા ગાળાનું પર્ફોર્મન્સ આપ્યું છે જેણે તેના બેન્ચમાર્ક ક્રિસિલ હાઇબ્રિડ 35+65 – એગ્રેસિવ ઇન્ડેક્સને સતત મ્હાત કર્યો છે.શરૂઆતથી જ સ્કીમે 13.05 ટકાનો સીએજીઆર નોંધાવ્યો છે જેણે 3 વર્ષ, 5 વર્ષ અને શરૂઆતથી બેન્ચમાર્કને આઉટપર્ફોર્મ કર્યું છે. શરૂઆતમાં કરેલું રૂ. 1,00,000નું રોકાણ 31 જુલાઈ, 2025ના રોજ વધીને રૂ. 2,77,441 થયું છે, જે તેની મૂળ વેલ્યુ કરતા લગભગ 2.8 ગણું વધ્યું છે. દરમિયાન, શરૂઆતથી જ દર મહિને રૂ. 10,000ની એસઆઈપીને સતત જાળવી રાખનાર રોકાણકારોએ લગભગ રૂ. 18.38 લાખ ભેગા કર્યા છે, જે ફંડની મજબૂત સંપત્તિ નિર્માણ સંભાવના દર્શાવે છે.આ ઉપરાંત, સ્કીમનો 1.02થી વધુનો શાર્પ રેશિયો જોખમના યુનિટ દીઠ નોંધપાત્ર વળતર આપવાની તેની ક્ષમતા દર્શાવે છે. ડેટ સ્થિરતા સાથે ઇક્વિટી વૃદ્ધિની સંભાવના ભેળવીને ફંડનો ઉદ્દેશ્ય આવક અને મૂડી બંનેમાં વૃદ્ધિ કરવાનો છે.ડાયવર્સિફાઇડ, રિસ્ક-ઓપ્ટિમાઇઝ્ડ પોર્ટફોલિયોસિનિયર ફંડ મેનેજર જિતેન્દ્ર શ્રીરામ, પ્રતિશ કૃષ્ણન અને ગુરવિંદર સિંહ વસાન દ્વરા સંચાલિત આ ફંડ લાર્જ, મીડ અને સ્મોલ કેપ સ્ટોક્સ એમ ત્રણેય વર્ગોમાં ઇક્વિટીમાં 70 ટકા ફાળવણી જાળવે છે જ્યારે બાકીની રકમ ડેટ અને આંશિક ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાય છે જે વળતરને સંતુલિત કરે છે અને અસ્થિરતા ઘટાડે છે. માત્ર રૂ. 500ની લઘુતમ એસઆઈપી રકમ સાથે આ ફંડ રોકાણકારો માટે તેની સંપત્તિ સર્જનની સંભાવનાની પહોંચને સરળ બનાવે છે.