બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને લગભગ રૂ. 2.88 લાખ કરોડ થયો છે. બેંકનો કુલ ડિપોઝિટમાં રિટેઇલનો હિસ્સો હવે લગભગ 69 ટકા જેટલો છે. ગત ક્વાર્ટરમાં પ્રોત્સાહક વૃદ્ધિ ડિસ્ટ્રિબ્યુશનમાં વિસ્તરણ, બિઝનેસ કાર્યક્ષમતા અને અનુકૂળ ઓપરેટિંગ માહોલને આભારી છે. નાણાકીય વર્ષ 2024-25 માટે ચોખ્ખો નફો રૂ. 2,745 કરોડ નોંધાયો છે.બેંક હવે ભારતના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 35માં 6,300 બેંકિંગ આઉટલેટ્સ દ્વારા 3.15 કરોડથી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. બંધન બેંકના કુલ કર્મચારીઓની સંખ્યા લગભગ 75,000 છે.નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં બેંકના ડિપોઝિટ બેઝમાં વાર્ષિક 12 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે અને હવે ડિપોઝિટ બુક રૂ. 1.51 લાખ કરોડ છે. આ સમયગાળામાં કુલ એડવાન્સિસ રૂ. 1.37 લાખ કરોડ છે. કરન્ટ એકાઉન્ટ એન્ડ સેવિંગ્સ એકાઉન્ટ (કાસા) રેશિયો હવે કુલ ડિપોઝિટ બુકના 31.4 ટકા નોંધાયો છે. બેંકની સ્થિરતાનું સૂચક મૂડી પર્યાપ્તતા રેશિયો (સીએઆર) 18.7 ટકા છે, જે નિયામકીય જરૂરિયાતોથી વધુ છે.બેંકના એમડી અને સીઇઓ પાર્થા પ્રતિમ સેનગુપ્તાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “બંધન બેંકનું પ્રદર્શન મજબૂત ગવર્નન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને હીતધારકોના વિશ્વાસ સાથે ટકાઉ અને સંતુલિત વૃદ્ધિ દર્શાવે છે. અમે બંધન બેંક 2.0 માટે વિકાસ કરી રહ્યાં છીએ ત્યારે અમારું ધ્યાન ગ્રાહક-કેન્દ્રિતતા, ડિજિટલ-ફર્સ્ટ સોલ્યુશન્સ, વિતરણના વિસ્તરણ, મિલકતોના વૈવિધ્યકરણ તથા લાંબાગાળાના મૂલ્ય અને ભાવિ વૃદ્ધિ માટે અનુભવમાં વધારો કરવા ઉપર છે.”બેંક તેના રિટેલ પોર્ટફોલિયોના વિસ્તરણ પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને તેની એસેટમાં વિવિધતા લાવવા માટે પ્રતિબદ્ધ છે. એકંદર ગ્રાહક અનુભવને વધારતી વખતે ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડિજિટાઇઝેશન એ મુખ્ય પ્રાથમિકતા છે.