પોરબંદરઃ આખા અને પોરબંદરના દરિયામાં ભારતીય નેવી દ્વારા યુદ્ધ કવાયતનો પ્રારંભ કરાયો હતો.ઓપરેશન સિંદૂર બાદ જાહેર થયેલા યુધ્ધ વિરામ પછી પ્રથમ વખત ભારત અને પાકિસ્તાનની નૌકાદળો અરબી સમુદ્રમાં બે દિવસ માટે અલગ-અલગ કવાયત કરી રહી છે. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો અરબી સમુદ્રમાં કવાયત કરીરહ્યા છે.

સમાચાર એજન્સી ANIએ અહેવાલ આપ્યો હતો કે ભારતીય નૌકાદળે તેના તમામ યુદ્ધ જહાજોને એલર્ટ પર રાખ્યા છે. અરબ સાગરમાં એન્ટી-શિપ અને એન્ટી-એરક્રાફ્ટ ફાયરિંગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત નજીક કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. બીજી તરફ, પાકિસ્તાની નૌકાદળે પણ તેના પાણીમાં કવાયત કરવા માટે એક નોટમ જારી કર્યું છે. મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા તંગ લશ્કરી ગતિરોધના થોડા મહિનાઓ પછી આ કવાયત ફરી શરૂ થઈ છે.

સંરક્ષણ અધિકારીઓએ આ કવાયતો માટે બંને નૌકાદળો વચ્ચે કોઈ સીધો સંકલન હોવાનો સંકેત આપ્યો નથી. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અરબી સમુદ્ર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા માટે આ એક સાથે કવાયતો અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતીય અને પાકિસ્તાની નૌકાદળોએ આજથી એટલે કે 11-12 ઓગસ્ટના રોજ એકબીજાના દરિયાઈ વિસ્તારો નજીક અલગ કવાયતો કરશે. આ માટે બંને સેનાઓ દ્વારા એરમેનને નોટિસ (NOTAM) જારી કરવામાં આવી છે.  ભારતીય નૌકાદળ આ કવાયત ગુજરાતના પોરબંદર અને ઓખા કિનારે કરી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન નૌકાદળનો દરિયાઈ કવાયત લગભગ 60 નોટિકલ માઇલના અંતરે થશે. એવું માનવામાં આવે છે કે ભારતીય નૌકાદળના કવાયતમાં યુદ્ધ જહાજો અને સંભવત: વિમાનો સાથે લાઇવ ફાયરિંગનો સમાવેશ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here