ગાંધીનગરઃ પી. ડી. પંડ્યા મહિલા કોમર્સ કોલેજ, અમદાવાદમાં 2025-26 માટે નવા પ્રવેશીત બી. કોમ સેમ-૧ની વિદ્યાર્થિનીઓ માટે “આગમન-2025-26” ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના સાથે થઈ હતી.
પ્રિન્સીપાલ ડૉ. જે. આર. પટેલે સ્વાગત સંબોધન આપ્યું જ્યારે વિવિધ પ્રોફેસરો દ્વારા NEP, વિષય, પરીક્ષા પદ્ધતિ અને સહ-પાઠ્ય પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાંસ્કૃતિક, NSS અને રમતોની પ્રવૃત્તિઓની પણ માહિતી આપી. અંતે આભારવિધિ અને રાષ્ટ્રીય ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.