વેસ્ટર્ન રેલવે વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિરના નાના બાળકોના સર્વાંગી વિકાસ માટેના ઉત્કૃષ્ટ પ્રયાસોની શ્રૃંખલામાં અધ્યક્ષા શ્રીમતી સંતોષીજી નિ દેખરેખ હેઠળ ઝાવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ-ભાવનગર ખાતે તાજેતરમાં “આશાએં – 2025” વાર્ષીક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને શાળાઓ 36 વર્ષથી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં તમામ બાળકોએ ખૂબ જ સુંદર પ્રસ્તુતિ આપીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તમામ પરફોર્મન્સ થીમ આધારિત પરફોર્મન્સ હતી. આ દરમિયાન સત્ર 2024-25 માટેના પુરસ્કારોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર મુખ્ય મહેમાન હતા. આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા સહિત ડિવિઝનના વરિષ્ઠ અધિકારીગણ અને વેસ્ટર્ન રેલવે વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (WRWWO), ભાવનગર ડિવિઝનના ઉપપ્રમુખ શ્રીમતી મોનિકા શર્મા, સ્કૂલ ઈન્ચાર્જ શ્રીમતી સરોજ મૌર્યા અને વંદના પાટીદાર ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here