મુંબઈ સ્થિત નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર્સે અમદાવાદના 16 મહિનાના બાળકનો જીવ બચાવ્યો છે, જે ક્રિગ્લર-નજાર સિન્ડ્રોમ ટાઈપ-I નામના દુર્લભ અને જીવલેણ જન્મજાત લિવર રોગથી પીડાઈ રહ્યો હતો. જન્મ સમયે જ આ બાળકમાં આ સ્થિતિનું નિદાન થયું હતું, જેમાં લિવર અનકોન્જુગેટેડ (ઇન્ડિરેક્ટ) બિલિરૂબિન – એક પીળો પિગમેન્ટ જે જૂના લાલ રક્તકણોના તૂટવાથી બને છે –ને પ્રોસેસ કરવામાં અસમર્થ હોય છે.જો સારવાર વગર રહે તો આ રોગ ગંભીર દાયમી નુકશાનકારક મગજની બીમારી કેર્નિક્ટેરસ તરફ દોરી શકે છે, જે ડિસ્ટોનિયા, સાંભળવામાં નિષ્ફળતા, વિકાસમાં વિલંબ અને કિડનીની ગંભીર બિમારીઓ માટે જવાબદાર બની શકે છે. બાળકની તબિયત કંગાળ થતી જઈ રહી હતી અને સ્થાનિક હોસ્પિટલમાં કરવામાં આવેલ ઘણી ફોટોથેરાપી સારવાર છતાં કોઈ સારું પરિણામ મળ્યું ન હતું.નાણાવટી મેક્સ હોસ્પિટલ, મુંબઈના પીડિયાટ્રિક હેપેટોલોજી વિભાગના એસોસિએટ ડિરેક્ટર ડૉ. લલિત વર્માએ જણાવ્યું, “ક્રિગ્લર-નજાર સિન્ડ્રોમ ટાઈપ-I અત્યંત દુર્લભ રોગ છે અને તેમાં જલદી અને યોગ્ય નિદાન ખૂબ જ આવશ્યક છે જેથી હાનિકારક પરિણામો અટકાવી શકાય. આ કેસમાં યોગ્ય સમયે હસ્તક્ષેપ થવાથી બાળકને નવી જીંદગી મળી.”વિશ્લેષણ બાદ, ડૉ. ગૌરવ ચૌબાળ, ડિરેક્ટર – એચપીબી સર્જરી અને લિવર અને મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિભાગે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે આગળ વધ્યા. આ આઠ કલાક લાંબી જટિલ સર્જરીમાં બાળકની માતાએ લિવરના એક ભાગનું દાન કર્યું હતું. સર્જરી બાદ માત્ર 48 કલાકમાં બિલિરૂબિન લેવલ સામાન્ય થયા અને માત્ર 10 દિવસમાં બાળકને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો.ગુજરાતના લોકોને હવે લિવર અને ગેસ્ટ્રોએન્ટરોલોજી જેવી વિશિષ્ટ સારવાર માટે લાંબા અંતર સુધી મુસાફરી કરવાની જરૂર ન રહે તે માટે નાણાવટી મેક્સ હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદમાં વિશેષ લિવર અને જી.આઈ. ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. નવરંગપુરા સ્થિત ક્ષિતિજ એરિયા બિલ્ડિંગની 501-502માં આવેલી આ ક્લિનિક દર મહિનાની બીજી મંગળવાર અને બુધવારના રોજ સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી કાર્યરત રહે છે. અહીં નવજાત પીલિયા, ફૅટી લિવર, સિર્રોસિસ અને અન્ય જટિલ પાચનતંત્રની બિમારીઓ માટે નિષ્ણાતોની સલાહ અને સમયસર નિદાન ઉપલબ્ધ છે.હાલમાં 17 આઉટરીચ સેન્ટર્સ અને ચાર રાજ્યોમાં વ્યાપ સાથે નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ, દેશમાં લિવર અને જી.આઈ. કાળજી માટેના સૌથી વિસ્તૃત અને આધુનિક નેટવર્ક તરીકે ઉભરી રહી છે.