રાજપીપળાઃ ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની સપાટી ઘટી રહી છે. ઉનાળાની અસહ્ય ગરમીને લીધે ઘણા ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે ગુજરાતની જીવાદારી સમાન ગણાતા નર્મદા ડેમમાં પાણીનો પુરો જથ્થો ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમ 60 ટકાથી વધારે ભરાયેલો છે. નર્મદા ડેમ ગુજરાતને એક વર્ષ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી આપવા સક્ષમ છે.

ગુજરાતભરમાં હાલ અસહ્ય ગરમીને લીધે ડેમોમાં જળસપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ડેમો સૌની યોજના હેઠળ ભરવામાં આવ્યા છે. અને રાજ્યના મોટાભાગના વિસ્તારોને નર્મદા ડેમમાંથી પીવા માટેનું પાણી આપવામાં આવી રહ્યું છે. ભરઉનાળામાં સરદાર સરોવર ડેમ 60 ટકાથી વધારે ભરાયેલો છે. નર્મદા ડેમ ગુજરાતને એક વર્ષ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી આપવા સક્ષમ છે. નર્મદા ડેમમાં 2015.13 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

નર્મદા નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ, સરદાર સરોવર નર્મદા ડેમ 60.41 ટકા ભરેલો છે. નર્મદા ડેમની હાલની સપાટી 124.40 મીટર છે. CHPHનું 1 ટર્બાઇન ચાલુ છે. નર્મદા ડેમ ગુજરાતને વર્ષ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી આપવા સક્ષમ છે. નર્મદા ડેમમાં 2015.13 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વરસાદ ખેંચાઈ તો પણ ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે. નર્મદાની મેઇન કેનાલમાં હાલ 6230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પૂરતી જળરાશી હોવાથી સિચાઈ માટેનું પણ પાણી મળી રહેશે.

આ વખતે ગુજરાતનું ચોમાસું સારું રહેવાની આગાહી આપવામાં આવી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, ચોમાસું સામાન્ય એટલે કે સારું રહેશે. ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું સારું રહેશે. ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા 40 ટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here