અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાના ધોરણ 6 અને માધ્યમિક શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે લેવાતી શિષ્યવૃતિ માટેની પરીક્ષા આ વખતે આગામી તા. 26મી એપ્રિલના રોજ લેવામાં આવશે. ર્જાય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓ તાય 6ઠ્ઠી એપ્રિસ સુધી ઓનલાઈન અરજી પત્ર ભરી શકશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા શહેરી, ગ્રામ્ય અને ટ્રાયેબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવાના હેતુથી યોજવામાં આવે છે આ પરીક્ષાના આવેદનપત્રો www.sebexam.org વેબસાઈટ પર તારીખ 28 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે આ પરીક્ષા આગામી તારીખ 26 એપ્રિલના રોજ લેવામાં આવશે.

આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે મુજબ જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ છ માં સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડી શાળાઓમાં કે ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં સરકારી કે લોકલ બોડી અથવા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. પ્રથમ વિભાગમાં ભાષા અને સામાન્ય જ્ઞાન તેમજ બીજા વિભાગમાં ગણિત અને વિજ્ઞાનની કસોટી રહેશે બંને વિભાગમાં 60 પ્રશ્નો હશે આમ કુલ 120 પ્રશ્નો અને 120 ગુણની કસોટી માટે 120 મિનિટ આપવામાં આવશે. પરીક્ષા માટે પરીક્ષા ફી ₹100 રહેશે.

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ છ સુધીનો માર્ચ, 2025 સુધીનો રહેશે તેમ જ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ નવનો માર્ચ, 2025 સુધીનો રહેશે. આ બંને પરીક્ષાઓ માત્ર ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે. (File photo)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here