રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના નિવાસસ્થાને યોજેલા લોક ફરિયાદના કાર્યક્રમમાં એક યુવાને મુખ્યમંત્રીને થપ્પડ મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. સીએમના સિક્યુરિટી સ્ટાફે યુવાનને પકડી લીધો હતો. અને પોલીસને હવાલે કર્યા બાદ પૂછતાછ કરતા હુમલો કરનારો યુવાન રાજકોટનો છે. દિલ્હીમાં રખડતા શ્વાન અંગેના સમાચાર જોઈને રાજકોટનો યુવાન દિલ્હી આવ્યો હતો. અને મુખ્યમંત્રી પર હુમલો કર્યો હતો. શ્વાનપ્રેમી ગણાતો રાજેશ સાકરિયા નામનો યુવાન રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આાવેલા ગોકુલ પાર્ક શેરી નંબર 2માં રહે છે,
દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલા કરતા પકડાયેલો યુવાન રાજકોટનો રાજેશ સાકરિયાના હોવાની જાણ થતાં રાજકોટની આજી ડેમ પોલીસની ટીમ પણ રાજેશ સાકરિયાના પરિવારજનોની પૂછપરછ માટે આવી પહોંચી હતી. રાજેશના માતાએ જણાવ્યું હતું કે, તે રવિવારે ઉજ્જૈન જવાનું કહી નીકળ્યો હતો. તે શ્વાનપ્રેમી છે. દિલ્હીમાં કૂતરાના સમાચાર સાંભળી તે દિલ્હી પહોંચ્યો હતો. તેની માનિસક હાલત ઠિક નથી ઘરના લોકો સાથે પણ અવારનવાર મારામારી કરતો રહે છે.
રાજેશની માતા ભાનુબેન ખીમજીભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે, રાજેશ શ્વાન પ્રેમી છે. દિલ્લીમાં શેરીના રખડતા શ્વાન અંગે સમાચાર જોઈ ઘરમાં સેટીમાં બેઠો હતો ત્યારે હાથ પછાડતો હતો. ગત રવિવારના રોજ ઉજૈન જવાનું કહી ઘરેથી નીકળો હતો. ગઈકાલે પરિવારે ફોન કરતા હું દિલ્લી આવ્યો છું કુતરા માટે કહી ફોન કટ કરી દીધો હતો
રાજેશની માતાએ જણાવ્યું હતું કે, મારો દીકરો રાજેશ દારૂ પીવાની ટેવ ધરાવતો હતો પરંતુ છેલ્લા 5 વર્ષથી દારૂ પીવાનું પણ બંધ કરી દીધું હતું તે તામસી મગજનો છે. રાજેશ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.