વડોદરાઃ દાહોદના સ્ટેડિયમમાં વિશાળ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ આદિવાસી પહેરવેશ સાથે આવેલા લોકોએ ઉજવણી કરી હતી.

દાહોદના સરદાર પટેલ સ્ટેડિયમમાં વિશાળ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે દાહોદના જુદા જુદા ગામોમાંથી 250 જેટલા ઢોલીઓને આમંત્રણ અપવામાં આવ્યું હતું. આ ઢોલીઓ પોતાની સંસ્કૃતિ જાળવવા માટે પોતાની ટીમ સાથે ઢોલ, ઘૂઘરા વાળો પટ્ટો, થાળી, વાંસળી અને આદિવાસી પહેરવેશ સાથે આવે છે. તેઓ ઢોલના તાલે તીર-કામઠા લઈને મનમૂકીને નાચ્યાં હતા. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગર સેવા સદનના પ્રમુખ નીરજ દેસાઈ તેમજ આયોજક નગરસિંહ પલાસ અને વિણાબેન પલાસ ઉપસ્થિત રહ્યા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here