પાલનપુરઃ ધાનેરા તાલુકાના વાછોલ ગામેથી  રાત્રે ટ્રેકટરની ટ્રોલીમાં બટાકા ભરીને ત્રણ ખેડુતો ડીસા જવા નીકળ્યા હતા. ટ્રેકટર-ટ્રોલી સાથે  કુચાવાડાથી દાંતીવાડા સીપુ નદીના પુલ પર થઈને ડીસા બાજુ જઈ રહ્યા હતા ત્યારે.અચાનક બટાકા ભરેલા ટ્રેકટર ટોલીને પાછળથી ટ્રકે ટક્કર મારી હતી. જેમાં ટ્રેકટરમાં બેઠેલા બે ખેડુતોના મોત નિપજ્યા હતા.જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ધાનેરા તાલુકાના વાછોલ ગામના ખેમાભાઈ રાવતાભાઈ પ્રજાપતિનાં ખેતરમાથી ટ્રેકટર નંબર જીજે-08-ડીજી-7174 ની ટોલીમાં બટાકાના કટ્ટા ભરીને રાત્રે લવજીભાઈ રાવતાભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ ગેનાભાઇ પ્રજાપતિ અને લવજીભાઈ માજીરાણા ત્રણે જણા ડીસા જવા નીકળ્યા હતા.જેઓ કુચાવાડાથી દાંતીવાડા સીપુ નદીના પુલ પર થઈને ડીસા બાજુ જઈ રહ્યા હતા ત્યારે.અચાનક બટાકા ભરેલા ટ્રેકટર ટોલીને પાછળથી આવેલી ટ્રકે ટક્કર મારી હતી. જેમાં ટ્રેકટરમાં બેઠેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને હોસ્પિટલ લઈ જતા લવજીભાઈ રાવતાભાઈ પ્રજાપતિ અને પ્રકાશભાઈ ગેનાભાઇ પ્રજાપતિ(બંને રહે,વાછોલ તા.ધાનેરા)નાં મોત નિપજ્યા હતા.જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો.જેથી ખેમાભાઈ રાવતાભાઈ પ્રજાપતિએ રાત્રે જ ડીસા રૂરલ પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ધાનેરા તાલુકાના વાછોલ ગામમાં પ્રજાપતિ સમાજના એક જ કુટુંબના બે પિતરાઈ ભાઈઓના મોત નીપજતા કુટુંબ સહિત ગામમાં ગમગીની છવાઈ હતી. તેમની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here