ભારતના સૌથી પ્રતિભાશાળી અંડર -15 ટેબલ ટેનિસ ખેલાડીઓ વચ્ચે રમાયેલી પ્રથમ સિઝનની ડ્રીમ યુટીટી જુનિયર્સ ટૂર્નામેન્ટ રવિવારે સાંજે એક રસપ્રદ ફાઇનલ સાથે પૂર્ણ થઈ. આખી ટૂર્નામેન્ટ દરમિયાન કટોકટી ભરી સ્પર્ધા બાદ, કોલકાતા થન્ડર બ્લેડ્સના રિતવિક ગુપ્તા અને સ્વરા કરમાકારએ યુ મુંબા ટીટીના પ્રતિક તુલસાની અને અનન્યા મુરલીધરનને ૫-૨ ના અંતિમ સ્કોર સાથે હરાવતાં વિજય મેળવ્યો.આ ટૂર્નામેન્ટ યુવા ખેલાડીઓને વ્યાવસાયિક સ્તરની સ્પર્ધાનો અનુભવ કરાવતો એક અનોખો મંચ પુરો પાડતો રહ્યો. યુવા ખેલાડીઓએ જુસ્સાથી ભરેલી મેચો રમીને શીખવાની સાથે સાથે અનુભવી ખેલાડીઓ સાથે હળવામણું પણ કર્યું – જે ભારતીય ટેબલ ટેનિસના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયું છે.વિજેતાઓને એવોર્ડ્સ આપ્યા હતા અલ્ટિમેટ ટેબલ ટેનિસની કો-પ્રોમોટર સુશ્રી વીતા દાની, ડ્રીમ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સીઈઓ શ્રી નિલ શાહ અને ડ્રીમ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સીઈઓઓ શ્રી સુમિત પાંડે દ્વારા.ટૂર્નામેન્ટ વિશે ચર્ચા કરતાં ડ્રીમ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સીઈઓ નિલ શાહે જણાવ્યું હતું કે   “ડ્રીમ યુટીટી જુનિયર્સની પહેલી સિઝન ખુબ જ સફળ રહી છે. અમારાં અંડર -15 ખેલાડીઓ માટે આ એક અનમોલ તક હતી કે જ્યાં તેઓ વ્યાવસાયિક લીગ ફોર્મેટમાં રમી શક્યા અને સિનિયર ખેલાડીઓ પાસેથી શીખી શક્યા. આ ટૂર્નામેન્ટ માત્ર એક સ્પર્ધા નથી, પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે જરૂરિયાત ગુણવત્તાઓ વિકસાવવા માટેનો પાયાનો પથ્થર છે. અલ્ટિમેટ ટેબલ ટેનિસ સાથે અમારી ભાગીદારીથી અમે ભારતીય ટેબલ ટેનિસના ભવિષ્યને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

ફાઈનલ મેચ વિગતઃ કોલકાતા થન્ડર બ્લેડ્સ વિરુદ્ધ યુ મુંબા ટીટી

  1. પ્રતિક તુલસાની વિ. રિતવિક ગુપ્તા
  • સ્કોર: 11-10, 10-11
  • બંને ખેલાડીઓ વચ્ચે મજબૂત મુકાબલો થયો, જેમાં બંનેએ એક-એક ગેમ જીતી.
  1. પ્રતિક/અનન્યા વિ. રિતવિક/સ્વરા (ડબલ્સ)
  • સ્કોર: 4-11, 9-11, 11-9
  • કોલકાતા થન્ડર બ્લેડ્સની જોડીએ પ્રથમ બે ગેમમાં દબદબો જમાવ્યો, જ્યારે યુ મુંબા ટીટી અંતિમ ગેમ જીતી.
  1. અનન્યા મુરલીધરન વિ. સ્વરા કરમાકાર
  • સ્કોર: 4-11
  • સ્વરાએ આ ગેમમાં શાનદાર પ્રદર્શન કરી સ્પષ્ટ જીત હાંસલ કરી.
    કુલ મેચ સ્કોર: કોલકાતા થન્ડર બ્લેડ્સ 5 – યુ મુંબા ટીટી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here