ટ્રાવેલ ફૂડ સર્વિસીસ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 1/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 1,045/- થી રૂ. 1,100/- ની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ છે.કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઓફર”) સોમવાર, 7 જુલાઈ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને બુધવાર, 9 જુલાઈ, 2025 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 13 ઇક્વિટી શૅર માટે અને ત્યારબાદ 13 ઇક્વિટી શૅરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે.આ IPO સંપૂર્ણપણે કપૂર ફેમિલી ટ્રસ્ટ દ્વારા કુલ રૂ. 2,000 કરોડ સુધીના ઇક્વિટી શૅરના ઓફર ફોર સેલનો છે. કર્મચારી અનામત ભાગમાં બોલી લગાવનારા લાયક કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર રૂ. 104 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.ટ્રાવેલ ફૂડ સર્વિસીસ લિમિટેડ ઝડપથી વિકસતા ભારતીય એરપોર્ટ ટ્રાવેલ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (“ટ્રાવેલ QSR”) અને લાઉન્જ (“લાઉન્જ”) ક્ષેત્રોમાં કાર્યરત છે. તે ભારત, મલેશિયા અને હોંગકોંગના એરપોર્ટ પર ટ્રાવેલ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (“ટ્રાવેલ QSR”) અને લાઉન્જ (“લાઉન્જ”) વ્યવસાય ચલાવે છે. ભારતમાં નવ હાઇવે પર તેની પાસે ટ્રાવેલ QSRs પણ છે. તેના ટ્રાવેલ QSR વ્યવસાયમાં મુસાફરીના સમયગાળામાં જ ઝડપ અને સુવિધા સાથે ગ્રાહકોની માંગને અનુરૂપ F&B ખ્યાલોની શ્રેણીનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2025 સુધીમાં, તેના F&B બ્રાન્ડ પોર્ટફોલિયોમાં 127 ભાગીદાર અને ઇન-હાઉસ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.CRISIL રિપોર્ટ અનુસાર, કંપની પાસે નાણાકીય વર્ષ 2025 માં ભારતીય એરપોર્ટ ટ્રાવેલ QSR ક્ષેત્રમાં આશરે 26% અને ભારતીય એરપોર્ટ લાઉન્જ ક્ષેત્રમાં આશરે 45% આવક (એસોસિએટ્સ અને સંયુક્ત સાહસો સહિત) પર આધારિત બજાર હિસ્સો ધરાવે છે. તેના લાઉન્જ વ્યવસાયમાં એરપોર્ટ ટર્મિનલ્સની અંદર નિયુક્ત વિસ્તારોનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે ફર્સ્ટ અને બિઝનેસ-ક્લાસ મુસાફરો, એરલાઇન લોયલ્ટી પ્રોગ્રામના સભ્યો, પસંદગીના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધારકો અને અન્ય લોયલ્ટી પ્રોગ્રામના સભ્યો દ્વારા સુલભ છે.31 માર્ચ, 2025 સુધીમાં TFS ભારતના 14 એરપોર્ટ, મલેશિયાના ત્રણ એરપોર્ટ અને હોંગકોંગના એક એરપોર્ટમાં હાજરી ધરાવે છે. ભારતના 14 એરપોર્ટમાંથી કંપની દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઈ સહિત દેશના 15 સૌથી મોટા એરપોર્ટમાંથી 13 એરપોર્ટમાં હાજરી ધરાવે છે.ટ્રાવેલ ફૂડ સર્વિસીસની કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2025 માં 20.87% વધીને રૂ. 1,687.74 કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ 2024 માં રૂ. 1,396.32 કરોડ હતી, જે LFL વેચાણ વૃદ્ધિ અને ચોખ્ખા કરાર લાભમાં વધારાને આભારી છે. નાણાકીય વર્ષ 2025 માં વર્ષ માટેનો નફો 27.35% વધીને રૂ. 379.66 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 2024 માં રૂ. 298.12 કરોડ હતો.કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, HSBC સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, અને બાટલીવાલા અને કરણી સિક્યોરિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર્સ છે, અને MUFG ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.આ ઑફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ક્વૉલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ખરીદદારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઑફરનો 50%, બિન-સંસ્થાકીય રોકાણકારોને માટે નેટ ઑફરના 15% અને નેટ ઓફરના 35% છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ છે.