ટાટા પાવરનું મુંદ્રા થર્મલ પાવર સ્ટેશન (એમટીપીએસ) તેના STEM તથા ઇ-વિદ્યા પ્રોગ્રામ સાથે ગ્રામીણ ગુજરાતમાં વિજ્ઞાન અને ડિજિટલ શિક્ષણમાં પરિવર્તન લાવી રહ્યું છે. મુંદ્રા અને માંડવીમાં 26 સ્કૂલોમાં અમલ કરાયેલી આ પહેલથી સુવિધાઓથી વંચિત સમુદાયોના 3,000થી વધુ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, ડિજિટલ સાક્ષરતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સશક્ત કરવામાં આવ્યા છે જેનાથી વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ભવિષ્યની કારકિર્દી માટે મજબૂત પાયો નંખાયો છે.ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓ માટે બનાવાયેલો STEM પ્રોગ્રામ અનુભવ આધારિત શિક્ષણ રડૂ કરે છે જેમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતોને વાસ્તવિક વિશ્વમાં લાગુ કરવા પર ભાર મૂકવામાં આવે છે. વિદ્યાર્થીઓ કુતૂહલતા જગાવવા અને નિર્ણાયક રીતે વિચારવાની કુશળતા તૈયાર કરવા માટે બનાવાયેલા પ્રત્યક્ષ પ્રોજેક્ટ્સમાં ભાગ લે છે. આ અભિગમના લીધે પ્રદેશમાં દેખીતું શૈક્ષણિક પરિવર્તન આવ્યું છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને હવે તેઓ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરી રહ્યા છે જે પરંપરાગત રીતે આર્ટ્સ અને કોમર્સનું પ્રભુત્વ છે તે સમુદાયોમાં પ્રોત્સાહજનક વલણ દર્શાવે છે.STEM પ્રોગ્રામ ગ્રામીણ સ્કૂલો માટે બનાવાયેલો છે જે ઘણીવાર આધુનિક લેબોરેટરીઝ અને શિક્ષણની સહાયની પહોંચનો અભાવ ધરાવે છે. ઇન્ટરેક્ટિવ અને પ્રેક્ટિકલ સાયન્સ મોડ્યુલ્સને સીધા જ ક્લાસરૂમમાં લાવીને આ પહેલ આ અંતરને દૂર કરે છે અને ગુણવત્તાસભર શિક્ષણની સમાવેશક પહોંચ સુનિશ્ચિત કરે છે. આ શૈક્ષણિક પરિવર્તનની શિક્ષકો, સ્કૂલ લીડર્સ અને સ્થાનિક સમુદાયો દ્વારા બહોળી પ્રશંસા કરવામાં આવી છે.ડિજિટલ સમાવેશને વધુ ટેકો આપવા માટે ટીમે કમ્પ્યૂટર સ્કીલ્સ, ઇન્ટરનેટ સેફ્ટી અને એથિકલ ડિજિટલ બિહેવિયરમાં સ્ટ્રક્ચર્ડ ટ્રેનિંગ સાથે STEM લર્નિંગને પૂરક બનાવે તેવો વ્યાપક ડિજિટલ લિટરસી પ્રોગ્રામ ઇ-વિદ્યા લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ 15 STEM અને 15 ડિજિટલ લિટરસી મોડ્યુલ્સ પૂરા પાડે છે જે ટેક્નિકલ શિક્ષણને આવશ્યક ડિજિટલ લાઇફ સ્કીલ્સ સાથે ભેળવે છે. ઇ-વિદ્યા વિદ્યાર્થીઓને અસરકારક રીતે જોડવા માટે કસ્ટમ-ડિઝાઇન્ડ બુકલેટ્સ, ઇન્ટરેક્ટિવ વર્કશીટ્સ અને ટેક-એનેબલ્ડ ટ્રેનિંગ સેશન્સનો ઉપયોગ કરીને આ પાયાના વિષયોને આવરી લે છે.ઇ-વિદ્યાનું સૌથી નવીનત પાસું છે “AI Around Us” મોડ્યુલ. આ મોડ્યુલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કન્સેપ્ટને સરળ તથા પ્રસ્તુત રીતે રજૂ કરે છે જેનાથી વિદ્યાર્થીઓને એ સમજવામાં મદદ મળે છે કે એઆઈ કેવી રીતે રોજબરોજના જીવનમાં સંકલિત થાય છે. ઉભરતી ટેક્નોલોજીઓને સમજાવીને આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને એઆઈ, રોબોટિક્સ અને ડેટા સાયન્સ જેવા ભવિષ્ય માટેના તૈયાર ક્ષેત્રોમાં કારકિર્દી અંગે વિચારવા માટે પ્રેરણા આપે છે.આ સંકલિત અભિગમ દ્વારા ટાટા પાવરનું મુંદ્રા થર્મલ પાવર સ્ટેશન ન કેવળ પરંપરાગત ક્લાસરૂમ શિક્ષણમાં વધારો કરી રહ્યું છે પરંતુ ગ્રામીણ-શહેરી ડિજિટલ વિભાજનને પણ દૂર કરી રહ્યું છે. Club Enerji STEM પ્રોગ્રામ અને ઇ-વિદ્યા સાથે મળીને અર્થપૂર્ણ પરિવર્તન લાવી રહ્યા છે, ડિજિટલ આત્મવિશ્વાસ કેળવી રહ્યા છે, વિજ્ઞાન પ્રત્યે જુસ્સો જગાડી રહ્યા છે અને વિદ્યાર્થીઓને આવતીકાલની દુનિયામાં વિકાસ માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરી રહ્યા છે.ટાટા પાવરના રાષ્ટ્રીય ઊર્જા નેટવર્કમાં એક મુખ્ય કાર્યકારી કેન્દ્ર મુંદ્રા થર્મલ પાવર સ્ટેશન ટકાઉ સમુદાય વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કરીને કંપનીના સીએસઆર પ્રયાસો ગુજરાતમાં લાંબા ગાળાના સામાજિક પ્રભાવનું નિર્માણ કરવાનું ચાલુ રાખે છે. આ શૈક્ષણિક પહેલ ગ્રામીણ યુવાનોને સશક્ત બનાવવા અને વધુ સમાવિષ્ટ, ટેક-સક્ષમ ભવિષ્ય બનાવવાના ટાટા પાવરના વિઝનનો પુરાવો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here