ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ (તેની પેટાકંપનીઓ/સહયોગી કંપનીઓ સહિતની કંપનીઓને અહીં “Zydus” તરીકે ઓળખવામાં આવશે) ને Ibrutinib ટેબ્લેટ્સ 140 mg, 280 mg અને 420 mg (USRLD: Imbruvica® tablets, 140 mg, 280 mg and 420 mg) માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી કામચલાઉ મંજૂરી મળી છે.Ibrutinib એ કાઇનેસ અવરોધક છે જેનો 17p deletion સાથે Chronic lymphocytic leukaemia (CLL)/Small lymphocytic lymphoma (SLL) ધરાવતા અને Waldenstrom’s macroglobulinemia (WM) ધરાવતા પુખ્ત વયના દર્દીઓની સારવાર માટે ઉપયોગ થાય છે.Ibrutinib ટેબ્લેટ્સનું અમદાવાદમાં ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ (સેઝ) ખાતે ઉત્પાદન કરવામાં આવશે. Ibrutinib ટેબ્લેટ્સનું અમેરિકામાં વાર્ષિક વેચાણ 2,148.9 મિલિયન યુએસ ડોલર જેટલું છે (IQVIA MAT May 2025).ગ્રુપ હવે 420 અપ્રૂવલ્સ ધરાવે છે અને નાણાંકીય વર્ષ 2003-04માં ફાઇલિંગ પ્રોસેસ શરૂ કરી ત્યારથી 484* ANDAs ફાઇલ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here