જેમ એરોમેટિક્સ લિમિટેડે તેની પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2/-ની પ્રતિ ઇક્વિટી શૅરની મૂળ કિંમત ધરાવનારની શૅર દીઠ રૂ. 309/-થી રૂ. 325/-ની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઓફર”) મંગળવાર, 19 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને ગુરુવાર, 21 ઓગસ્ટ, 2025 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 46 ઇક્વિટી શૅર માટે અને ત્યારબાદ 46 ઇક્વિટી શૅરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. આ IPO રૂ. 1,750.00 મિલિયન સુધીના નવા શૅરનો ઇશ્યૂ અને પ્રમોટર્સ અને રોકાણકાર વેચાણ શેરધારકો દ્વારા 8,500,000 ઇક્વિટી શૅર સુધીની ઓફર ફોર સેલનું મિશ્રણ છે.જેમ એરોમેટિક્સ લિમિટેડ ભારતમાં બે દાયકાથી વધુનો ટ્રેક રેકોર્ડ ધરાવતી આવશ્યક તેલ, સુગંધ રસાયણો અને વેલ્યુ એડેડ ડેરિવેટિવ્ઝ સહિત વિશેષ ઘટકોની ઉત્પાદક છે. તે મૂળ સામગ્રીથી લઈને તેના વિવિધ વેલ્યુ એડેડ ડેરિવેટિવ્ઝ સુધીના ઉત્પાદનોનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો પ્રદાન કરે છે. તેના ઉત્પાદનો ઓરલ કેર, સૌંદર્ય પ્રસાધનો, ન્યુટ્રાસ્યુટિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, સુખાકારી અને પેઈન મેનેજમેન્ટ અને વ્યક્તિગત સંભાળ જેવા ઉદ્યોગોના વ્યાપક સ્પેક્ટ્રમમાં ઉપયોગમાં લેવાય છે.તેનો ટ્રેક રેકોર્ડ, વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો અને બ્રાન્ડ રિકોલ, જેના કારણે કંપનીએ તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અનેક નેતૃત્વ સ્થાનો સ્થાપિત કર્યા છે, ઉદાહરણ તરીકે, ભારતમાં, તે આવશ્યક તેલ આધારિત ઉત્પાદનો અને ડેરિવેટિવ્ઝમાં પ્રબળ હાજરી ધરાવે છે જે ફુદીના, લવિંગ, નીલગિરી તેલ અને અન્ય આવશ્યક તેલમાંથી બને છે.

ભારતમાં નાણાકીય વર્ષ 2025 દરમિયાન, તે પાઇપેરિટા તેલના સૌથી મોટા ઉત્પાદકો પૈકી એક છે, અને ઉત્પાદિત જથ્થાની દ્રષ્ટિએ DMO, લવિંગ તેલ, યુજેનોલ અને નીલગિરી તેલના સૌથી મોટા પ્રોસેસર્સમાંનું એક છે. (સ્ત્રોત: F&S રિપોર્ટ) નાણાકીય વર્ષ 2025 સુધીમાં, ઉત્પાદિત જથ્થાની દ્રષ્ટિએ ભારતમાં DMO અને યુજેનોલનો તેનો હિસ્સો અનુક્રમે 12% અને 65% હતો. (સ્ત્રોત: F&S રિપોર્ટ) ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વાણિજ્ય વિભાગના ફોરેન ટ્રેડ ડિરેક્ટોરેટ જનરલ દ્વારા તેને “થ્રી સ્ટાર એક્સપોર્ટ હાઉસ” નો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here