• કારના બોનેટમાંથી ધૂમાડો નીકળતા પરિવાર કારમાંથી બહાર નિકળી ગયો
• કારની બેટરી સ્પાર્ક થતાં આગ લાગ્યાનું અનુમાન
• ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી

જૂનાગઢઃ શહેરના મધુરમ બાયપાસ પર ગત રાત્રે એક XUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. ઈસાન મકવાણા તેમના પરિવાર સાથે એક્સયુવી કારમાં ઝાંઝરડા ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. શહેરના મધુરમ બાયપાસથી થોડે આગળ જતાં જ કારની લાઈટ અનિયમિત થઈ હતી અને લબક ઝબક થવા લાગી. ત્યારબાદ બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોતજોતામાં કાર આગની ચપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાક થઈ હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જુનાગઢ શહેરના મધુરમ્ બાયપાસ પર ગત મોડી રાતે એક્સયુવી કારમાં આગ લાગતા આગ બળીને ખાક થઈ ગઈ હતી. કારચાલક ઈસાનભાઈએ તત્કાલ સૂઝબૂઝ દાખવીને કાર રોકી અને પત્ની, ભાભી તથા બે બાળકો સહિત તમામ સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, આ નિર્ણય જીવનરક્ષક સાબિત થયો હતો, કારણ કે માત્ર થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કારની બેટરીમાં થયેલા સ્પાર્કને કારણે આગ લાગી હતી.

શહેરના બાયપાસ રોડ પર કારમાં આગ લાગ્યાની જાણ થતાં મ્યુનિના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર ફાઈટર્સની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં અંદાજે 15 લાખની કિંમતની એક્સયુવી કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, પરિવારના સભ્યોની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ નહીં અને મોટી દુર્ઘટના ટળી ગઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here