જામનગરઃ શહેરના સાધના કોલોની નજીક આંગણવાડીના તાળા તોડીને તસ્કરો નાના ભૂલકાઓ માટે રસોઈ બનાવવા રાખેલો અનાજનો જથ્થો, તેલના ડબ્બા અને ગેસના બાટલાં ઉઠાવી ગયા છે. તસ્કરો હવે નાનાં બાળકોના ખાવા પીવાના સામાનને પણ છોડતા નથી. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગર શહેરના સાધના કોલોની નજીક જમાઈપરા વિસ્તારમાં આવેલી એક આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવીને ઘણી વસ્તુઓ ચોરી કરી હતી. તસ્કરોએ આંગણવાડીના મુખ્ય દરવાજાનું તાળું તોડી આંગણવાડીમાં  પ્રવેશ કરી નાના બાળકોની ભોજનની વ્યવસ્થા માટે રાખેલા ગેસના બે બાટલા એક ચૂલો, 150 કિલો ચોખા અને તેલનો ડબ્બો સહિત ઘણી વસ્તુઓ તસ્કરોએ ચોરી કરીને નાસી ગયા હતા. આ અંગે સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ તસ્કરોએ આંગણવાડીના મકાનના તાળાં તોડીને ગેસ સિલિન્ડર, અનાજ સહિત ચીજ-વસ્તુની ચોરી કરી તેની તપાસ કરવામાં આવી રહી છે. ચોરીની આ ઘટના પરથી એવું લાગે છે કે ચોરીમાં એકથી વધુ વ્યક્તિઓ હોવા જોઈએ. તસ્કરોને ત્યાં આસપાસના સીસીટીવીનો ડર પણ ન હતો અને ન  કોઈને અવાજ આવવાનો ભય, એટલે તેઓ નિર્ભય થઈને ગેસ સિલિન્ડર અને 150 કિલો ચોખા જેવી ભારે વસ્તુઓ ચોરી ગયા. હાલ પોલીસ આ ચોરીની તપાસ કરી રહી છે. આજબાજુના સીસીટીવીની કૂટંજ મેળવી લેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here