રાજકોટઃ  જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામના તળાવમાં નહાવા પડેલા ત્રમ બાળકોના ડૂબી જતા મોત નિપજતા નાનાએવા ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં બાળકો તળાવમાં નાહવા પડ્યાં હતાં અને અચાનક ડૂબી જવાથી તેમનાં મોત નીપજ્યાં છે. હાલ ત્રણેય બાળકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા છે.

આ બનાવની વિગત એવી છે. કે,  રાજકોટ જિલ્લાના જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ત્રણ બાળક ડૂબ્યાં હતા. સવારના સમયે ત્રણેય બાળકો તળાવમાં નાહવા માટે ગયાં હતાં અને ત્રણેય બાળકો ડૂબી ગયાં હોવાની જાણ થતાં ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયા દ્વારા તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અને તપાસ કરતાં આ ત્રણેય બાળકો ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં હોવાની માહિતી મળી હતી. અને ત્રણેય બાળકોના મૃતદેહોને જામકંડોરણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મામલતદાર, પોલીસ સહિત ટીમ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેયના મૃતદેહોને હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખેતમજૂર પરિવારનાં બાળકોનાં મોત થતાં પરિવારમાં શોક છવાયો છે.

તળાવમાં ડૂબી જવાથી ભાવેશ ડાંગી (ઉં.વ.6), હિતેશ ડાંગી (ઉં.વ.8) અને નિતેશ માવી (ઉં.વ.7)નો સમાવેશ થાય છે, જેમાંથી ભાવેશ ડાંગી અને હિતેશ ડાંગી બંને સાગા ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here