રાજકોટઃ જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકો પરિવારજનો સાથે જન્માષ્ટમીની 5-6 દિવસની રજાઓમાં ફરવા જવા માટેનો પ્લાન ઘડી રહ્યા છે. પ્રવાસીઓમાં હાલ ગોવા અને મહાબળેશ્વરની વધુ ઈન્કવાયરીઓ હોવાનું ટૂર ઓપરેટરો કહી રહ્યા છે. ઘણા પરિવારો માઉન્ટ આબુ, સાપુતારા તેમજ ઉદેપુરના પ્રવાસે જવાના છે. પ્રવાસન સ્થળોમાં મોટાભાગની હોટલો અને રિસોર્ટ બુક થઈ ગયા છે.

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્ત્વ હોય છે. જન્માષ્ટમી દરમિયાન 5-6 દિવસનું મિની વેકેશન હોય છે, જેમાં મોટાભાગના વેપારીઓ પોતાના ધંધા બંધ રાખતા હોય છે. તેમજ શાળા-કોલેજોમાં પણ રજા હોવાને કારણે લોકો આ દિવસોમાં બહારગામ ફરવા નીકળી પડે છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રભરના ગ્રામ્ય વિસ્તારના લોકો તો જન્માષ્ટમીનો મેળો માણવા માટે રાજકોટ શહેરમાં આવે છે, પરંતુ રાજકોટ, જામનગર અને મોરબીવાસીઓ આ રજા માણવા માટે પરિવાર સાથે એકાદ સપ્તાહની ટૂરમાં જતા હોય છે.

આગામી જન્માષ્ટમીનાં તહેવારોમાં ચૂર ઓપરેટરો પાસે બુકિંગ પણ એક મહિના પહેલા શરૂ થઈ ચૂક્યા છે.  જો કે, આ વર્ષે ટ્રેનના બુકિંગ ફૂલ અને ફ્લાઈટના ભાડા બમણા થતાં પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. આર્થિક મંદી અને વરસાદી વાતાવરણ છતાં 5 દિવસની રજાઓમાં ફરવા જવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. ફ્લાઈટ્સ અને રેલવેમાં ટિકિટ બુકિંગ કરાવી લીધા છે. જેમાં આ વખતે ગોવા અને મહા બળેશ્વર જવા માટે સૌથી વધુ બુકિંગ થયા છે.

રાજકોટના એક ટૂર ઓપરેટરના કહેવા મુજબ જન્માષ્ટમીનાં તહેવારોમાં લોકો બહારગામ ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. જોકે મીની વેકેશન માણવાનો હાલ જોઈએ તેવો ધસારો નથી. સૌરાષ્ટ્રમાંથી રાજકોટ, મોરબી અને જામનગરનાં લોકો મોટાભાગે ફરવા જતા હોય છે. જેમાં પણ ગતવર્ષની તુલનાએ ચાલુ વર્ષે 50 % બુકિંગ થયા છે. આ વર્ષે પણ ડોમેસ્ટિકમાં મહાબળેશ્વર અને ગોવા તો ઇન્ટરનેશનલમાં બાલી તેમજ દુબઇ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. જોકે તમામ ટ્રેનોનાં એડવાન્સ બુકિંગ 2 મહિના પહેલા જ ફૂલ થતા ફ્લાઇટનાં ભાડા બમણા થયા છે. જેના કારણે અનેક લોકોએ ફરવાનો પ્લાન પડતો મુક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here