ચીનમાં બનેલી એક ઘટનાએ લોકોમાં ગભરાટ ફેલાવી દીધો છે. હુનાન પ્રાંતના લિયુયાંગમાં “ઓક્ટોબરઃ ધ સાઉન્ડ ઓફ બ્લૂમિંગ ફ્લાવર્સ” નામનો ભવ્ય ડ્રોન અને ફટાકડાનો શો યોજાયો હતો. આ શો થોડી જ વારમાં હોરરમાં ફેરવાઈ ગયો. આ શોને જમીન અને પાણી પર 3D વિઝ્યુઅલ સ્પેક્ટેકલ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. જો કે, એકાએક ગરબડ થતાં ફટાકડામાં ખામી સર્જાઈ હતી, જેના કારણે આગના ટુકડા પડી ગયા હતા અને લોકોને જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવાની ફરજ પડી હતી.

આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં દર્શકોને ભાગતા જોઈ શકાય છે. આકાશમાંથી સળગતી તણખલાઓ જોયા પછી ઘણા લોકો ખુરશીઓ વડે પોતાને બચાવતા જોવા મળે છે. થોડી જ મિનિટોમાં શોની ઉત્તેજના એક ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ.

સ્થાનિક મીડિયા અનુસાર, અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તરત જ સુરક્ષા ઘેરો ગોઠવી દીધો. લિયુયાંગ કલ્ચર એન્ડ ટુરિઝમ બ્યુરોના જણાવ્યા અનુસાર શુષ્ક હવામાનને કારણે ફટાકડા નિષ્ફળ જવાની શક્યતા વધી ગઈ હતી. જોકે રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર બ્રિગેડ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી.

લિયુયાંગ શહેર ફટાકડાની રાજધાની તરીકે જાણીતું છે. દર વર્ષે લાખો લોકો આવા શો જોવા આવે છે. જાન્યુઆરીની શરૂઆતમાં અહીં આવા જ એક શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને માનવસર્જિત આફત ગણાવી હતી. “તે સુંદર હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તે વિશ્વના અંત જેવું લાગ્યું,” એક વ્યક્તિએ કહ્યું. અન્ય એકે લખ્યું, “લોકોના માથા પર આ રીતે ફટાકડા ફોડવું ગાંડપણ છે; આ ફક્ત પાણી પર થવું જોઈએ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here