26 દેશોમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સ સુલભ બનાવતી ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ સ્વિસ મિલિટરીએ ભારતમાં તેનું સૌપ્રથમ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ (ઇબીઓ) લોન્ચ કરીને તેની વૈશ્વિક વિકાસ ગાથામાં એક નવા પ્રકરણ માટેનું મંચ તૈયાર કર્યું છે. ગુજરાતના સુરતમાં વ્યૂહાત્મક રીતે સ્થિત આ લોન્ચ ભારતીય બજાર માટે તેના વિઝનમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન દર્શાવે છે જ્યાં સ્વિસ મિલિટરીએ મેટ્રોપોલિટન સેન્ટર્સ અને ઉભરતા શહેરોમાં 4,000થી વધુ ટચપોઇન્ટ્સ ઊભા કર્યા છે.ભારતના સુરત શહેરમાં તેનું પ્રથમ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ શરૂ કરવાનો બ્રાન્ડનો નિર્ણય આ પ્રદેશમાં સ્વિસ મિલિટરીના વિકાસ માર્ગમાં શહેરના વ્યૂહાત્મક મહત્વના પગલે લેવામાં આવ્યો છે. સુરત શહેર પ્રીમિયમ, ઉચ્ચ ગુણવત્તાવાળી લાઇફ સ્ટાઇલ પ્રોડક્ટ્સ માટેની મજબૂત પસંદગી સાથે મહત્વાકાંક્ષી, પ્રવાસ માટે ઉત્સુક ગ્રાહકોની વધી રહેલી સંખ્યાના સહારે બ્રાન્ડના ટોચનું પ્રદર્શન કરતા માર્કેટ્સ પૈકીના એક તરીકે ઊભરી આવ્યું છે. બ્રાન્ડના સૌથી સફળ પ્રદેશો પૈકીના એક તરીકે ગુજરાતમાં મહત્વના કોમર્શિયલ હબ તરીકે આ શહેર સ્વિસ મિલિટરીના ગ્લોબલ રિટેલ ફોર્મેટને રજૂ કરવા માટેનો આદર્શ માહોલ પૂરો પાડે છે અને વિશ્વ-સ્તરીય અનુભવોને તેના સૌથી વફાદાર અને ઉચ્ચ સંભાવનાઓ ધરાવતા બજારોની નજીક લાવવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.આ લોન્ચ અંગે સ્વિસ મિલિટરીના મેનેજિંગ ડિરેક્ટર અનુજ સાહનીએ જણાવ્યું હતું કે ભારતમાં અમારા પ્રથમ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટનું લોન્ચિંગ સ્વિસ મિલિટરીના વૈશ્વિક વિસ્તરણમાં એક નિર્ણાયક ક્ષણ છે. ભારત ભવિષ્યના અમારા વિઝનના કેન્દ્રમાં છે. આ એક ગતિશીલ અર્થતંત્ર છે જેમાં ગ્રાહકો પ્રીમિયમ ગુણવત્તાની કદર કરે છે અને સાથે સાથે વિચારશીલ નવીનતા અને વાસ્તવિક મૂલ્યની માંગ કરે છે. અમે અમારા વફાદાર ગ્રાહકો માટે સિગ્નેચર સ્વિસ મિલિટરી રિટેલ અનુભવ લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ, જે ડિઝાઇન, કાર્યક્ષમતા અને નવીનતાને સુલભ બનાવે તેવું લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન પૂરું પાડે છે.નવા લોન્ચ થયેલા સ્વિસ મિલિટરી આઉટલેટને આધુનિક ભારતીય ગ્રાહકોની પસંદગીઓને પૂર્ણ કરવાની સાથે સાથે બ્રાન્ડની વૈશ્વિક ઓળખને દર્શાવવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેના આકર્ષક, આંતરરાષ્ટ્રીય-સ્તરના લેઆઉટ, પ્રીમિયમ એસ્થેટિક અને ઇમર્સિવ વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ સાથે, આ સ્ટોર એક જ છત નીચે વિશ્વસ્તરીય રિટેલ અનુભવ પૂરો પાડે છે. ખરીદદારો બ્રાન્ડના પ્રીમિયમ અને સુલભ ટ્રાવેલ ગિયરની સંપૂર્ણ શ્રેણી જોઈ શકે છે જેમાં તેના સિગ્નેચર પોલીકાર્બોનેટ અને પોલીપ્રોપીલીન લગેજ, પ્રીમિયમ બેકપેક્સ, બિઝનેસ બેગ અને ભારતની આ શ્રેણીમાં પ્રથમ એવી બાળકોની ટ્રોલી રેન્જનો સમાવેશ થાય છે.પહેલા દિવસે જ સ્ટોરે 1,000થી વધુ મુલાકાતીઓનું સ્વાગત કર્યું હતું જેમાં વિશિષ્ટ લોન્ચ પ્રમોશન અને ખાસ અનુભવો રજૂ કરાયા હતા જે મુલાકાતીઓને સ્વિસ મિલિટરીની આધુનિક જીવનશૈલીની આવશ્યકતાઓ પ્રત્યેના વિશિષ્ટ અભિગમનો પરિચય કરાવવા માટે બનાવાયા હતા. વધુ માહિતી માટે www.swissmilitaryindia.com ની મુલાકાત લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here