અમદાવાદ મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા તારીખ 19.08.2025 ના રોજ અમદાવાદમાં ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન (GTAA) સાથે એક મહત્વપૂર્ણ પારસ્પરિક અને ભાગીદારી સત્રનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ “Partnership for Progress: Business Opportunities with Indian Railways” થીમ પર આધારિત હતોઆ સત્રનો ઉદ્દેશ ભારતીય રેલવે અને ટ્રાવેલ એન્ડ ફ્રેટર્નિટી વચ્ચે એક સહયોગાત્મક મંચ તૈયાર કરવાનો હતો, જ્યાં નવા વ્યાપારિક અવસરો, યાત્રી સેવાઓ, પર્યટન પ્રમોશન અને ભાગીદારીના વિવિધ પરિમાણો પર ચર્ચા કરવામાં આવી. આ પહેલ GTAA ના એ મિશનને દર્શાવે છે જેના હેઠળ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી અને સરકારી સંસ્થાઓ વચ્ચે સંબંધોને સુદ્રઢ કરી પારસ્પરિક વિકાસ અને વ્ચાપારિક ક્ષિતિજનો વિસ્તાર કરવા ઈચ્છે છે મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશ એ આ અવસર પર દૂરંદેશી અભિગમ રજૂ કર્યું. તેમણે જણાવ્યું કે ભારતીય રેલવે ફક્ત દેશની પ્રગતિનો આધાર સ્તંભ જ નથી, પરંતુ આ ક્ષેત્રીય આર્થિક વિકાસ, સાંસ્કૃતિક લેવડ-દેવડ અને પર્યટન પ્રમોશનની મહત્વની કડી પણ છે. તેમણે ભારતીય રેલવેની દૂંરદેશી નીતિઓ અને આગામી યોજનાઓની માહિતી આપી – જેમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1377 સ્ટેશનનોનો પુનઃવિકાસ, બુલેટ ટ્રેન, વંદે ભારત અને નમો ભારત જેવી આધુનિક સેવાઓ સામેલ છે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અન્નૂ ત્યાગીએ જણાવ્યું કે ભારતીય રેલવે સતત યાત્રીઓ અને પર્યટન ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવીન યોજનાઓને આગળ વધારી રહ્યું છે. તેમણે ડિજિટલ ટિકિટીંગ સિસ્ટમ, મોબાઈલ એપ આધારિત સુવિધાઓ, સ્ટેશન સંકુલોમાં રેલવે કોચ રેસ્ટોરેન્ટ, પ્રિમિયમ લાઉન્જ, હેરિટેજ ટૂર કિઓસ્ક અને યાત્રીઓની Last-Mile Connectivity માટે ઉબર તથા રેપિડો જેવી સેવાઓના સંકલનની માહિતી આપી.