ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપની કંપની ગોદરેજ એન્ડ બોય્સનાં એપ્લાયન્સિસ બિઝનેસે વિશાળ રહેણાંક અને કોમર્શિયલજગ્યાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લાઇટ કમર્શિયલ એસી પર મજબૂત ફોકસ કરીનતેનાં એસી પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું છે. તેનાં કોમર્શિયલ પોર્ટફોલિયોમાં હવે બે અને ત્રણ ટન કેપેસિટીમાં વન-વે કેસેટ અને ફોર વે કેસેટ એસી, બેથી ચાર ટનની કેપેસિટીના ટાવર એસી ઉપરાંત 2.5 ટન અને ત્રણ ટન સાથેનાં ટર્બો કુલ સ્પ્લિટ એસી ઉપરાંત ત્રણ ટન એસી માટે ઈન્ડસ્ટ્રીમાંસૌથી મોટાં ઇનડોર યુનિટનો સમાવેશ થાય છે, જે વ્પાપક હવા ફેલાવે છે અને શક્તિશાળી કૂલિંગ આપે છે બ્રાન્ડનો સંપૂર્ણ કમર્શિયલ એસી પોર્ટફોલિયો AI પાવર્ડ છે અને તે હીટ સેન્સિંગ અને વપરાશકાર એસીથી કેટલાં અંતરે છે તેને આધારે ઇન્ટેલિજન્ટ કુલિંગ આપે છે, જેનાંથી ઊર્જા વપરાશ ઘટે છે અને ઠંડક વધે છે. આ એસીનાં અન્ય ફીચર્સ પણ છે, જેમ કે સ્માર્ટ આઇઓટી કોઈ પણ સમયે અને ગમે ત્યાંથી એપ દ્વારા એસીને મેનેજ કરી શકે છે, આ ઉપરાંત ફોરવે સ્વિંગ દ્વારા સમાન રીતે હવા ફેલાય છે, ફ્લેક્સિબલ વપરાશ અને ઊર્જા બચત માટે ઇન્વર્ટર અને ફાઇવ ઇનવન કન્વર્ટિબલ ટેકનોલોજી છે. આ એર કન્ડીશનર્સ 52 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ લઘુતમ ડિરેટિંગ સાથે શક્તિશાળી કુલિંગ આપે છે. વળી, આ એસી ઇકો-ફ્રેન્ડલી R32 રેફ્રિજરન્ટનો ઉપયોગ કરે છે અને પાંચ વર્ષની કોમ્પ્રેસર વોરન્ટી સાથે આવે છે.કમર્શિયલ એસી રેન્જ પર વાતકરતા ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપનાં એપ્લાયન્સિસ બિઝનેસના બિઝનેસ હેડ અને ઇવીપી કમલ નંદીએ જણાવ્યું કે, “વધતા જતા તાપમાનને કારણે કોમર્શિયલજગ્યાઓમાં પણ હવે એસી જરૂરી બની ગયાં છે. અમારા નવા લાઇટ કમર્શિયલ એસી પોર્ટફોલિયોમાં અમારા ગ્રાહકોને નવા કુલિંગ ફોર્મેટ, ક્ષમતાઓ અને એઆઇ પાવર્ડ ટેકનોલોજી મળે છે. ઘર વપરાશનાં એસી, બ્રાન્ડ બિલ્ડિંગ પ્રયાસો, નેટવર્ક વિસ્તરણ, તહેવારો માટે વિશેષ ઓફર અને જીએસટી દરમાં ઘટાડાની ધારણાને જોતાં અમે ગયા વર્ષની સરખામણીમાં આ તહેવારોની સીઝનમાંએકંદર એસી વેચાણમાં 40 ટકા વૃધ્ધિનો લક્ષ્ય રાખીએ છીએ.”આ અંગે વાતકરતા ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપના એપ્લાયન્સિસ બિઝનેસના પ્રોડક્ટ ગ્રૂપ હેડ-(એર કન્ડીશનર્સ) સબ્યસાચી ગુપ્તાએ જણાવ્યું કે, “ઈન્ડસ્ટ્રીમાં કમર્શિયલ એસી 14થી 15 ટકાનાં દરે વૃધ્ધિ કરી રહ્યા છે. અમારા લાઇટ કમર્શિયલ એસી વિશાળ જગ્યાની માંગને પહોંચી વળે તેવા આધુનિક ટેકનોલોજી સાથે વિશાળ ક્ષમતા ધરાવે છે. પ્રિમીયમ ગ્રાહકો ઓફિસ જગ્યાથી આગળ વધીને હવે ઘરમાં પણ કેસેટ્સ અને ટાવર એસી પસંદ કરી રહ્યા હોવાથી ઘરવપરાશનાં એસી અને લાઇટ કોમર્શિયલ એસી વચ્ચેની ભેદરેખા હવે ભૂંસાતી જાય છે. આ જ રીતે, પ્રિમીયમ ગ્રાહકો હવે વિશાળ ક્ષમતા ધરાવતા એસી ખરીદી રહ્યા છે, જે લિવિંગ રૂમ અને કમર્શિયલ સ્પેસ બંનેમાં સારી રીતે કામ કરે છે. સ્પ્લિટ એસી ફોર્મેટ પસંદ કરતા ગ્રાહકો માટે અમાર પાસે નવું ટર્બો કુલ 3 ટન મોડલ છે, જે પાવરફુલ એર થ્રો માટે 126 સેન્ટિમીટરની સૌથી વધુ પહોળાઈ ધરાવે છે. આ તમામ ઓફર સાથે, મે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ એર કન્ડિશનિંગ પોર્ટફોલિયો પૂરો પાડવા અને ઉદ્યોગમાં અમારા શ્રેષ્ઠ વૃધ્ધિ સ્તરને જાળવી રાખવા પ્રતિબધ્ધ છીએ.”