સંસદમાં વિપક્ષ અને શાસક પક્ષના સાંસદો વચ્ચે મારામારીની ઘટના બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધાયા બાદ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપ પર નિશાન સાધ્યું હતું
ગેહલોતે કહ્યું કે, ઈતિહાસમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે સત્તાધારી સાંસદોએ વિપક્ષના નેતાઓ સાથે આ પ્રકારનું વર્તન કર્યું છે. આમ છતાં ભાજપ બેશરમીથી રાહુલ ગાંધી પર ખોટા આરોપો લગાવી રહી છે.