• વર્ષ ૨૦૨૫માં વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” નક્કી કરાઇ
• વનના મહત્વથી લોકોને અવગત કરાવવા માટે અનેક કાર્યક્રમો યોજાશે,
ગાંધીનગરઃ પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા 21 માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ મનાવવામાં આવે છે. આ તારીખને ઉત્તરી ગોળાર્ધમાં વસંત ઋતુની શરુઆત થતી હોવાથી પસંદ કરવામાં આવી છે, જે કુદરતના પુનર્જીવન અને જીવનને જાળવવામાં વનોનું મહત્વ દર્શાવે છે. તે વસંત સંતાપ સાથે પણ સંલગ્ન છે, જ્યારે દિવસ અને રાત્રિના સમય સમાન હોય છે, જે પ્રકૃતિમાં સંતુલનને તથા વનોના પર્યાવરણ અને પ્રકૃતિના સંતુલન જાળવવા માટેના મહત્વને પ્રતીકરૂપે રજૂ કરે છે.
આ વર્ષે ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યભરમાં શાળાના બાળકો, સ્થાનિક લોકો અને JFMCs જેવા હિતધારકો સાથે સાયકલ રેલી, કાર્યશાળાઓ અને અન્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા વનોના મહત્વથી લોકોને અવગત કરાવવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યું છે.
વધુમાં આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” એવિનોની ખોરાક સુરક્ષા, પોષણ અને આજીવિકાની પુરવણી માટેની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. ગુજરાતમાં, કે જ્યાં વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વન પરિપ્રેક્ષ્ય છે, આ વિષય ખાસ મહત્ત્વ ધરાવે છે. કારણ કે, રાજ્યના વનો ગામનાં તથા શહેરનાં લોકો માટે આવશ્યક સાધનો પૂરા પાડે છે. જે ત્યાંની ખોરાક પ્રણાલીઓ, સ્થાનિક અર્થવ્યવસ્થાઓ અને પર્યાવરણીય સ્થિરતામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.