અમદાવાદઃ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 13 જિલ્લાના પક્ષના ઓબીસી વિભાગના પ્રમુખોની પણ એઆઈસીસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મહિલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી છે. તેમજ ગુજરાતના 13 જિલ્લાના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેનો પણ જાહેર કર્યા છે. જે રાજ્યોના મહિલા કોંગ્રેસના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજસ્થાન, ગુજરાત, ગોવા, મિઝોરમ, પોન્ડિચેરી અને અંદમાન નિકોબારના મહિલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે ગીતા પટેલની નિમણુંક કરવામાં આવી છે. આ સિવાય રાજસ્થાનમાં શ્રીમતી સારીકા સિંઘ, ગોવામાં ડો.પ્રતિક્ષા ખલાપ, મિઝોરમમાં શ્રીમતી ઝોડીનીલાની, પોંડીચેરીમાં શ્રીમતી એ.રહેમાતુનીસા, અંદમાન નિકોબારમાં શ્રીમતી જુબેદા બેગમની નિમણુંક એઆઇસીસીએ જાહેર કરી છે.

એઆઈસીસીએ દ્વારા  ઓબીસી ડિપાર્ટમેન્ટની ગુજરાત જિલ્લાની કમીટીઓની પણ જાહેર કરવામાં આવી છે. જેમાં આણંદમાં જિલ્લા પ્રમુખ તરીકે ભીખાભાઇ ઠાકોર, અરવલ્લીમાં ભરતસિંહ ખાંટ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે મેલાજી મદારસિંહ ઠાકોર, બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે કરશનભાઇ ચૌહાણ, છોટાઉદેપુરમાં અશ્ર્વિનભાઇ બારૈયા, દાહોદમાં ફતેસિંહ ડામોર, ડાંગમાં શરદભાઇ પવાર, ગાંધીનગરમાં કનુભાઇ ચૌધરી, ખેડામાં પ્રકાશ ચૌહાણ, મહિસાગરમાં ગણપતસિંહ બારૈયા, મહેસાણમાં ત્રિભોવનભાઇ ઓઝા, પંચમહાલમાં નસીબદાર બળવંતસિંહ રાઠોડ અને પાટણ જિલ્લા ચેરમેન તરીકે ભાવસિંહજી ઠાકોરની નિમણુંક જાહેર કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here