ગુજરાતમાં આજે સીએનજીનો ભાવઃ ગુજરાત ગેસ કંપનીએ વર્ષમાં ઘણી વખત સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત ગેસે ગેસના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કર્યો છે. હા… એકંદરે દોઢ રૂપિયાનો વધારો થયો છે. સીએનજી ગેસના ભાવ વધારાના કારણે સીએનજી વાહન ચાલકો પર પ્રતિદિન કરોડો રૂપિયાનો બોજ વધશે.
જાન્યુઆરી મહિનાનો પહેલો દિવસ આવતાની સાથે જ ગુજરાતની જનતા મોંઘવારીના મારથી ત્રસ્ત થઈ ગઈ છે. ફરી એકવાર ગુજરાતીઓના ખિસ્સા ખાલી થવા જઈ રહ્યા છે. કારણ કે 1 જાન્યુઆરીની સવારે ગુજરાતીઓ માટે ગુજરાત ગેસના CNGના ભાવમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. કુલ દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી લાગુ થશે.
ભાવમાં કેટલો વધારો થયો?
ગુજરાત ગેસ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં આજથી 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી CNGની કિંમત 79 રૂપિયા 26 પૈસા થઈ જશે. જો કે આ ભાવ વધારા બાદ પણ ગુજરાતમાં CNGના ભાવ દેશના અન્ય રાજ્યો કરતા ઓછા છે.