ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાતમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસ હાથ ધરાયા છે.

દાન વીરોનું આભુષણ છે જ્યારે, ગુજરાતીઓ દાન આપવામાં સમગ્ર વિશ્વમાં આગેસર છે. ‘અંગદાન મહાદાન’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત અંગદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. ખાસ કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાં 583  બ્રેઇનડેથ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1812 અંગોનું દાન મળ્યું  છે. અંગદાન માટે કાર્યરત SOTTO (સ્ટેટ ઓર્ગન ટિસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનન) ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું છે કે, અમદાવાદ સિવિલ મેડિસીટીની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC) માં વર્ષ- 2024માં  કુલ 443 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા. જે સરકારી આરોગ્ય સંસ્થામાં સમગ્ર દેશમાં સૌથી વધારે છે 443માંથી 309 કિડની ટ્રાન્સપ્લાન્ટ લાઈવ(જીવંત) અને 134 કિડની કેડેવર ડોનેશનથી થયા.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક કિડની ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ 15 મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. તેમાં મુખ્યત્વે 5 મેડિકલ સ્ટાફ અને 10 પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. એક  કિડની ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ 3 થી 4 કલાકનો સમય લાગે છે.

આમ, અંદાજીત 6615  વ્યક્તિઓ અને 1543  કલાક( 3.5 કલાક સરેરાશ)ની મહેનતના અંતે 441  સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા. વર્ષ -2024માં  કુલ 66 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. જેમા  62 લીવર ટ્રાન્સપ્લાન્ટ કેડેવર ડોનેશનથી અને 4 લાઈવ(જીવંત) ડોનેશનથી થયા છે. એક લીવર પ્રત્યારોપણમાં 18 મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. તેમાં મુખ્યત્વે 8 મેડિકલ સ્ટાફ અને 10 પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ 10 થી 12 કલાકનો સમય લાગતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here