અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 151 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડ્યો હતો. આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા છે, અને વાતાવરણમાં ઉકળાટ વધતા ધોધમાર વરસાદ તૂટી પડશો એવો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાય રહ્યો છે. દ્વારકાધિશનના મંદિરના શિખર પર ચઢાવવામાં આવતી ધ્વજાજી, યાત્રાળુઓની અને ધ્વજા ચઢાવનાર અબોટી બ્રાહ્મણની સલામતીને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક દંડ પર ધજા ચઢાવવામાં આવી હતી. હવામાન વિભાગે અરવલ્લી, મહીસાગર અને ખેડામાં ભારેથી અતિભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આ વર્ષે સિઝનનો 71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 206 જળાશયમાં 74.93% ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.
ગુજરાતમાં આજે બપોર સુધીમાં 151 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં તિલકવાડા, મેઘરજ, સિનોર, કાનપુર, ગોંડલ ફતેપુર સહિત તાલુકાઓમાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાય રહ્યો છે. દ્વારકામાં હાલમાં ભારે પવન અને વરસાદને લીધે મંદિરના શિખર પર ચઢાવવામાં આવતી ધ્વજાજી, યાત્રાળુઓની અને ધ્વજા ચઢાવનાર અબોટી બ્રાહ્મણની સલામતીને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક દંડ પર ચઢાવવામાં આવી હતી.
હવામાનની આગાહીકાર અંબાલાલ પટેલના મતે, આ સિસ્ટમ ભલે ચક્રવાત ન હોય, પરંતુ તે એક ભારે તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. આ સિસ્ટમના કારણે દરિયાકિનારે 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પરિસ્થિતિને જોતા, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારો પર વિશેષ ધ્યાન રાખવું પડશે. તેમણે માછીમારો અને દરિયા ખેડૂઓને દરિયામાં ન જવા અને સાવધ રહેવાની સલાહ આપી છે.