નવી દિલ્હીઃ ઓનલાઈન શોપિંગમાં એક સામાન્ય સમસ્યા એ છે કે જ્યારે ગ્રાહકો કોઈ ઉત્પાદન ખરીદે છે, ત્યારે તેમને ખ્યાલ હોતો નથી કે તે ખરેખર કેવું દેખાશે કે ફિટ થશે. પરિણામ? મૂંઝવણ, અસંતોષ અને મોટા ભાગે પ્રોડક્ટ પરત મોકલવામાં આવે છે પણ ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓએ સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે! “વર્ચ્યુઅલ વોર્ટેક્સ” ટીમને મળો જે તેના નવીન AR સોલ્યુશન સાથે ઈ-કોમર્સમાં પરિવર્તન લાવવા જઈ રહી છે.
ગુજરાતના રાજકોટના રાજન ધારિયાપરમાર, સુરતના યશ કંકોશિયા અને ભાવનગરના કૌશલ ધ્રંગડ – ત્રણેય વિદ્યાર્થીઓ, અલગ અલગ શહેરના હોવા છતાં, એક સમાન દ્રષ્ટિકોણ સાથે ભેગા થયા. તેમનો ધ્યેય ઓગમેન્ટેડ રિયાલિટી (AR)ને એટલો સાહજિક અને સુલભ બનાવવાનો હતો કે દરેક વ્યક્તિ કોઈપણ વધારાની એપ્લિકેશનો વિના તેમના ફોન અથવા લેપટોપ પર ARનો અનુભવ કરી શકે.
XR ક્રિએટર હેકાથોને આ ટીમને તે પ્લેટફોર્મ આપ્યું જેની ભારતને લાંબા સમયથી જરૂર હતી. એક એવું પ્લેટફોર્મ જે દેશના ઇનોવેટર્સને ટેકનિકલ કુશળતા, ઉદ્યોગ માર્ગદર્શન અને રાષ્ટ્રીય માન્યતા પ્રદાન કરશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય WAVES પહેલ હેઠળ ઇમર્સિવ ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતના અગ્રણી સોલ્યુશન પ્રોવાઇડર અને ઉદ્યોગ ભાગીદાર, વેવલેપ્સ, આ હેકાથોનનું આયોજન કરી રહી છે. જ્યાં ફાઇનલિસ્ટ ટીમોને તકનીકી અને કન્સલ્ટિંગ સપોર્ટ પણ મળશે. આ પહેલ માત્ર XR ટેકનોલોજીમાં ભારતની ક્ષમતાઓને મજબૂત જ નથી બનાવતું પરંતુ દેશને વૈશ્વિક નવીનતા કેન્દ્ર બનાવવાની દિશામાં એક મોટું પગલું પણ ભરે છે.
વર્ચ્યુઅલ વોર્ટેક્સે એક AR સોલ્યુશન વિકસાવ્યું છે જે તમારી ઓનલાઈન ખરીદી કરવાની રીતને સંપૂર્ણપણે બદલી શકે છે.