ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજ માફિયાઓને કોઈનો ડર ન હોય તેમ ખનીજચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લા કલેકટરની સુચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમે બિનઅધિકૃત ખનીજ ખનન અને વહન સામે વિશેષ અભ્યાન હાથ ધર્યું છે. વિભાગની ટીમે રાઉન્ડ ધ ક્લોક રોડ ચેકિંગ દરમિયાન કુલ 8 ડમ્પર વાહનો પકડ્યા છે. આ વાહનો રોયલ્ટી પાસ વગર અથવા રોયલ્ટી પાસ કરતાં વધુ ખનીજ ભરીને બિનઅધિકૃત વહન કરતા હતા.

ગાંધીનગર જિલ્લામાં ખનીજચોરી સામે સઘન ઝૂંબશ હાથ ધરવામાં આવી છે. ખનીજ વિભાગની ટીમે રોડ પરથી પસાર થતા ડમ્પરોને રોકીને તપાસ કરવામાં આવી હતી.જેમાં 8 ડમ્પરોને જપ્ત કરીને કડક કાર્.વાહી કરવામાં આવી હતી.પકડાયેલા ડમ્પરોમાં રાંધેજા-માણસા રોડ પરથી ડમ્પર નં. GJ-08-AU-6474, કલોલથી ડમ્પર નં. DD-02-G-9335, ગાંધીનગરથી ડમ્પર નં. GJ-24-X-4485, જાસપુરથી ડમ્પર નં. AS-02-DC-7314, ગાંધીનગર-વિજાપુર રોડથી ડમ્પર નં. GJ-02-AT-2763, બાલવાથી ડમ્પર નં. GJ-18-BW-5141, કલોલથી ડમ્પર નં. GJ-17-XX-2953 અને ગાંધીનગર તાલુકાથી ડમ્પર નં. GJ-02-Z-8274 નો સમાવેશ થાય છે. આ પૈકી 6 ડમ્પર વાહનો પાસેથી કુલ રૂ. 10.49 લાખની દંડકીય વસૂલાત કરવામાં આવી છે. જપ્ત કરેલા બાકીના 2 ડમ્પર વાહનોના માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહીથી રાજ્ય સરકારને રૂ. 10.49 લાખની આવક થઈ છે. ભૂસ્તર વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનીજ ખનન અને વહન સામે આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here