ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વસતી વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સરકારી જમીન પર દબાણો કરાયાની ફરિયાદો મળતા મ્યુનિએ દબાણો સામે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે શહેરના જીઇબીથી પેથાપુર તરફના રોડ પર સરકારી જમીન પર ગેરકાયદે આખી વસાહત ઊભી થઈ ગયાનું ધ્યાને આવતા 60 જેટલા મકાન ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ બાદ જાતે દબાણો હટાવવામાં નહીં આવે તો સરકારી જમીન પરના તમામ દબાણો તોડી પાડવામાં આવશે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ એવા પેથાપુર પાસે આખે આખી નવી ગેરકાયદેસર વસાહત ઉભી થઈ ગઈ હોવાનું મ્યુનિના ધ્યાનમાં આવ્યું છે. જીઇબીથી પેથાપુર તરફ જવાના માર્ગ ઉપર સરકારી જગ્યા ઉપર પાકા મકાનો ગેરકાયદેસર ઊભા થઈ ગયા છે. જેના પગલે મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા આ વસાહતના 60 જેટલા મકાન ધારકોને નોટિસ આપવામાં આવી છે અને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. સરકારી જમીન પર સંપૂર્ણ દબાણ કરી દેવાયું હોવાથી આગામી દિવસોમાં આ સમગ્ર વસાહત ખાલી કરાવી દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સરકારી જમીન પર બંધાયેલા મકાનધારકોને નોટિસ ફટકારતા રહિશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારી પડતર જમીનમાં બેરોકટોક પાકા મકાનો બાંધી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી પાટનગર યોજના તેમજ જિલ્લાના અધિકારીઓએ કોઈ ધ્યાન આપ્યું નથી. હવે મ્યુનિ. દ્વારા ગેરકાયદે વસાહત પર બુલ ડોઝર ફેરવી દેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here